________________ સંસારી છતાં ત્યાગી....! [ 141 ] રોગ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ રાક્ષસે મેટું ફાડીને ઉભા છે. ધર્મની આરાધના કર્યા વગરના આત્માને રેગથી સપડાઇને મૃત્યુ પામી દુઃખના કાંટા ભરેલી દુર્ગતિમાં જવું પડે છે. પણ ધર્મની આરાધના આત્માને સદ્ગતિનું ભાજન બનાવે છે, " આ સંદેશે મારે જગત ભરમાં ફેલાવે છે. અને દુઃખી જીવોને સુખને રાહ ચીંધવે છે. એ કાર્ય માટે મારે સંસારત્યાગ અનિવાર્ય છે.” સ્વામી પાસેથી પ્રાપ્ત થયેલી આ સમજણ તેમની રગેરગમાં વણાઈ ગઈ. અને સ્વયં સાધ્વી ભાવને સેવતા યશદાદેવી આત્મવિલેપનમાં સમાઈ ગયા ! જીવનની વસંત સમી માત્ર અઠ્યાવીસ વર્ષની યૌવન અવસ્થા હતી. સંયમમાગે ગમન કરવાની બે વરસને સમય હોવા છતાં જગતમાં માતૃપ્રેમને મહિમા વધારવા વર્ધમાનકુમારે ત્યાગમાર્ગે જવાની તૈયારી કરી. એ વિદાયને પડઘે સમગ્ર રાજભવનને ઘેરી વળે. નંદીવર્ધનરાજાને તેને અણસાર મળતાં જ અડવાણે પગલે નાનાભાઈ પાસે દેડી ગયા ! અને આંખમાં આંસુપૂર્વક શોકમગ્ન સ્વરે બોલ્યા: “ભાઈ! તમે આ શું આદર્યું છે? હજી તો માતપિતાના વિયેગને “ઘા” તાજે છે, ત્યારે તમે ક્ષતપરફારની જેમ તમારા વિયેગનું દુઃખ લાદવા માગે છે ! આ સંસારમાં તમારા સિવાય મને કઈ આશ્વાસનરૂપ નથી, તમે ચાલ્યા જશે તે મારું શું થશે ? ના...ના...ના ભાઈ મારા, હું તમને કઈ રીતે રજુ નહિ આપું. હું તમારા પ્રત્યેને નેહરાગ કઈ રીતે કમી કરી શકું એમ નથી મોટાભાઈને મેહભર્યા વચને સાંભળી વર્ધમાનકુમાર બેલ્યાઃ “ભાઈ ! સ્નેહ રાગના બંધન આત્માને કર્મબંધનથી Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org