________________
[ ૧૩૮ ]
શ્રી મહાવીર જીવનત જીવેને સત્ય ધર્મમાં સ્થાપિત કરવા એ મારું કર્તવ્ય છે.” આવા વર્ધમાનકુમારની સાથે જોડાયેલા યશદાદેવી પણ વધુ ને વધુ ધર્મભાવના કેળવતા થયા હતા. સંસારી છતાં ત્યાગી તરીકે વર્ધમાનનું જીવન અમીછાંટણ વેરી રહ્યું હતું ! એ અમીછાંટણ શ્રેણક પ્રદ્યોત વગેરે શતશઃ મિત્રેના અંતરને પણ લાગી ચૂક્યા હતા ! પણ સૌ સૌની ભાગ્યરચના અલગ હતી. તે કારણથી વર્ધમાનના સંગાથી બનવા કઈ શક્તિમાન થઈ શકયા નહિ!
સંયમિત અને નિયમિત જીવનને જીવતાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવી સંસાર સંબંધી પિતાની બધી ફરજો પુરી કરી મુક્ત બન્યા. રાજાનો તાજ નંદીવર્ધનકુમારને મસ્તકે ચડાવ્યા મહામહોત્સવપૂર્વક તેમને રાજ્યાભિષેક કરી રાજધૂરા પોતાના સમર્થ અને શક્તિસંપન્ન પુત્રના હાથમાં સુપ્રત કરી નિશ્ચિત થયા. પાર્શ્વનાથપ્રભુના પ્રતિભાસંપન્ન સાધુજનના સંસર્ગથી શ્રાવક ધર્મની ધૂરાને વહન કરી સંસારની ધૂરા સમાપ્ત કરી.
અંતરમાં સંતોષ હતા, મુખ પર સંતેષની ઝલક હતી, નંદિવર્ધનને રાજ્ય સેપી રાજા બનાવ્યું. નંદીવર્ધનરાજાને નાનકડા બંધુ પ્રત્યે અપાર પ્રેમ હોવાના કારણે રાજ્ય સ્વીકારવાનો ઘણે આગ્રહ કર્યો ત્યારે વૈરાગી વિમાને ઉત્તર વાળ્યું “ભાઈ! મારા અંતરનું રાજ્ય અલગ છે! એ રાજ્યના રાજા બનવાને મેં સંકલ્પ કર્યો છે. મારું રાજ્ય પરિણામે શાશ્વત સુખનું સામ્રાજ્ય અપાવશે, અને હું ત્રણ જગતનો રાજા બની અદૂભૂત આલમીનું આશ્વર્ય જોગવીશ. મારે ક્ષણિક સુખ બતાવતું તમારું રાજ્ય ન જોઈએ.” નંદીવર્ધનરાજા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org