________________
વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા
[ ૧૩૫ ] ઘાસ, કુતરાઓને રોટલા અને પંખીઓને ચણ, તેમ નગરજનોને મિષ્ટાન્ન ભજન અને સાજન માજને પ્રિતિદાનપૂર્વક સંપ્યા . તેમ જ વેવાઈ બનેલા સમરવીર રાજાને અને એ પક્ષની અગ્રગણ્ય વ્યક્તિઓને મહાકીમતિ ભેટ સોગાદોથી નવાજ્યા. વરરાજાના મામા ચેટકરાજા ભાણેજના લગ્ન નિમિતે ભારેમાં ભારે મામેરૂં લાવ્યા. આ બધી ધામધૂમ અને ધમાલમાં દશ દિવસનો સમય કયાં વીતી ગયા એની કોઈને ખબર ન પડી ! આ અભિનવ લગ્ન મહોત્સવ અનેરા ઉત્સાહથી ઉજવાઈ ગયો ! રંગેચંગે અને આનંદ મહોત્સવની પૂર્ણાહૂતિ થતાં બહારગામથી સારી સંખ્યામાં આવેલા મહેમાનો અને વેવાઈ પક્ષના પ્રધાનમંડળ વગેરે શીખ માગી વિદાય થયા. નગરજને પોતપોતાના ઘેર ગયા, આસોપાલવના તેરણે સૂકાઈ ગયા, આકર્ષક મંડપ પણ છુટી ગયા, પણ આ પ્રસંગના રંગ સૌના દિલમાં ચીરસ્થાયી બની ગયા.
વર્ધમાનકુમારના લગ્નમહોત્સવમાં સમવયસ્ક શ્રેણીક પ્રદ્યોત વગેરે શતાધિક મિત્રોએ અગત્યનો ભાગ ભજવ્યું. આ પ્રસંગ જીવનમાં એક જ વાર આવે, તેમાં વળી વૈરાગ્ય જૂલે જલતા વર્ધમાનકુમારના લગ્ન ! મિત્રવર્ગ આ સમય કેમ ચૂકે ? સમયને અનુરૂપ હાસ્યલીલા બિછાવી તેમણે વર્ધમાનકુમારને પરેશાન કરવામાં બાકી ન રાખ્યું ! પણ વર્ધમાનકુમાર કોણ? અંતિમ તીર્થકરને આત્મા ! સંસારના મેહ ઝરતા વાતાવરણમાં ખુંચે ખરા ! આ મહામૂલે પ્રસંગ પસાર થયે તે પણ તેમના મુખ પર એની એ જ ગંભીરતા ! ન હતે ઉલ્લાસ કે ન હતી મંદતા ! મિત્રોની ઠઠ્ઠામશ્કરીઓ અને આનંદપ્રમોદ વખતે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org