________________
વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા
[ ૧૩૩ ]
તરફ પોતાનો પરમ આદર વ્યક્ત કરવા સગપણના વધામણા કર્યા. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાને મન જાણે લાખેણે અવસર આવ્યો ! આ લાખેણુ અવસરની લાખેણી શેભાથી ક્ષત્રિયકુંડ નગર ચમકી ઉઠયું. વર્ધમાનના મિત્રો ખૂબ ગેલમાં આવી ગયા, નંદીવર્ધનભાઈ અને ચેષ્ટા ભાભીનો, ઉત્સાહ સમાતું નથી. સુદર્શનાબેન પણ સપરિવાર નાનાભાઈના લગ્ન મહોત્સવમાં ભાગ લેવા અંતરના ઉલ્લાસપૂર્વક આવી પહોંચ્યા. નણંદ ભેજાએ મળીને વર્ધમાનના લગ્નના ગીતે રચ્યા અને હેશભેર ગાયા ! વર્ધમાનકુમારને પાટલે બેસાડી પીઠી ચોળી, સ્નેહ સભર સ્નાન કરાવ્યું. વૈરાગી વર્ધમાનકુમારના લગ્ન મહોત્સવથી ક્ષત્રિયકુંડ નગર વાજીના મંગલનાદથી ગાજી ઉઠ્યું. ઘેર ઘેર અને ટેડલે ટેડલે આસોપાલવના તોરણે બંધાયા. રાજભવનના વિશાળ આંગણામાં દેવવિમાન સદશ ભવ્ય મંડપ બંધાય. મણિ માણેકના સ્તંભે રોપાણું, રત્નજડિત સુવર્ણ કળશેથી સુંદર ચોરીની રચના કરવામાં આવી, સુહાગણ નારીએ લગ્ન ગીતથી મંડપને ગજાવવા લાગી. નાચ, મુજરા અને નૃત્ય સાથે નવનવી રમતોની રમઝટ જામવા લાગી. રાજા મહેલ દિવસે અવનવી પ્રવૃત્તિઓથી ધમધમી રહેતે અને રાત્રિએ અસંખ્ય દીપમાલાથી ઝળહળી ઉઠતે. નિતનવી જાતના મેવા મીઠાઈઓ અને શાક પાકના ઢગ ખડકાવા લાગ્યા. સમસ્ત નગરજનોને “ સાગમટે નોતરા” હોવાથી આબાલવૃદ્ધ સૌ હોંશે હોંશે જમવા આવતા. જન્મ મહોત્સવની જેમ આ લગ્ન મહોત્સવમાં પણ દશ દિવસ સુધી નગરવાસીઓના રડે અભયદાન હતું. નગરજનોમાંથી કઈ જાનૈયા બન્યા. કેઈ માંડવીયા.....! કઈ વળી ઉભય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org