________________
[ ૧૩૨ ]
શ્રી મહાવીર જીવનજ્યોત સમજુ આત્માને આ મેહ રાખવે ઉચિત નથી. - સૌ મિત્ર અવાક બનીને વર્ધમાનની તત્ત્વભરી વાણી સાંભળી રહ્યા. ત્રિશલામાતાને પણ વર્ધમાનની વાણી લેવી રહી. આંખમાં અશ્રનો ધોધ ઉછળી આવ્યો. ગદગદ શબ્દ બેલ્યાઃ “ભાઈ ! તારી વાત તદ્દન સાચી છે, પણ તું જરા મારા માતૃહદય તરફ દૃષ્ટિ કર... એમાં કેવા ભાવ ભર્યા છે એ જરા જોઈ લે...! એક જનેતા તરીકે હું તને આજ્ઞા આપું છું કે તું મારું વચન માન્ય કર....! અને મારી છેલ્લી આકાંક્ષા પૂર્ણ કર...” માતાના વાત્સલ્યપાશથી બંધાયેલા વર્ધમાન ઉભા થતાં બોલી ઉઠ્યાઃ “માતાજી ! આપની આંખમાં આંસુ ? આપના એક નહિ પણ અનેક વચને માન્ય કરવા બંધાયેલો છું. આપ આજ્ઞા ફરમાવે ! ” ત્રિશલામાતા વર્ધમાનની પીઠ થાબડતા હર્ષ પૂર્ણ સ્વરે બોલ્યા: “બેટા ! હું તે જાણતી જ હતી કે મારે વર્ધમાન મારૂં વચન પાછું નહિ કેલે! દિકરા ! રૂ૫રૂપના અવતાર સમી વસંતેપુર નગરના રાજા સમરવીરની સુપુત્રી યદાકુમારી સાથે લગ્નગ્રન્થીથી જોડાઈ તું મારા મનની મુરાદ પુરી કર !” વર્ધમાનકુમાર વિચારમગ્ન બન્યા. “ અહા....આ સંસારની માયા કેવી છે ? એક બાજુ માતાનું વાત્સલ્ય....અને બીજી બાજુ ભવભ્રમણને ભય !” અવધિજ્ઞાનનો ઉપગ મૂકતાં તેમને પિતાના અમૂક ભેગાતલી કમ ભેગ્ય જણાય, તેથી વર્ધમાન આ લગ્ન પ્રસ્તાવ સામે મૌન રહ્યા. “મૌન સન્મતિ લક્ષણમ્ ” એ ન્યાયે ત્રિશલામાતાએ સિદ્ધાર્થ રાજા પાસે યશોદા રાજકુમારીનું માગું કબૂલ કરાવ્યું. સારા ય ક્ષત્રિયકુંડ નગરમાં વર્ધમાનના લગ્નની વાત વહેતી થઈ ગઈ નગરજનોએ વર્ધમાનકુમાર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org