________________
-
[ ૧૩૦ ]
શ્રી મહાવીર જીવનજ્યોત મહેમાનગૃહમાં ગયા અને સિદ્ધાર્થ રાજા પણું સભાસમય પૂર્ણ થતાં પિતાના વાસ ભુવનમાં જઈ ત્રિશલાદેવીને વર્ષમાનકુમાર માટે આવેલા માગાની વાત કરી. ત્રિશલાદેવી ભારે હર્ષમાં આવી ગયા અને રૂપગુણસંપન્ન થશેદા રાજકુમારીને જોઈ, જોતાં જ ગમી ગઈ. વર્ધમાન યશદાની જોડી તેમના નયન સમક્ષ તરવરવા લાગી. કન્યા સર્વરીતે પસંદ પડી ગઈ પણ વર્ધમાનકુમાર માને તે ને ? આ “તે” ને તેરમણી ભાર ત્રિશલામાતાના હૃદય પર લદાઈ ગયે! પણ ત્રિશલામાતા એમ ગાંજ્યા જાય તેમ ન હતા. તેમના અંતરમાં સંપૂર્ણ વિશ્વાસ હતો કે “વર્ધમાનકુમાર મારૂં વચન કદી પાછું નહિ ઠેલે ” એવા વિશ્વાસ સાથે તેમના મિત્રોને એકાંતમાં બોલાવી વસ્તુરિથતિ સમજાવી કહ્યું
આજે ગમે તે ભોગે પણ તમે વર્ધમાનને લગ્ન માટે સમજાવે.” મિત્રોને પણ વર્ધમાનકુમારને લગ્નમહોત્સવ માણવાનો ઉમંગ હતો જ એટલે તુરત તેમની પાસે દેડી ગયા અને માતાપિતાની ઈચછા તેમની પાસે રજુ કરી. આવેલી લમીને વધાવી લેવા આગ્રહ કર્યો. જવાબમાં વર્ધમાનકુમારે કહ્યું: “મિત્ર ! મને ગૃહસ્થાવાસ જરાય રૂચ નથી, તમે શા માટે આ આગ્રહ કરે છે ? ” મિત્રએ મીઠાશથી કહ્યું: “કુમાર! અમે આપની ભાવના સારી રીતે જાણીએ છીએ, પણ માતપિતાની ભાવના સત્યારવી એ આપના જેવા સુપુત્રનું શું કર્તાવ્ય નથી?” વર્ષમાને નિખાલસતાથી કહ્યું: “બંધુઓ ! આ સંસારમાં માતપિતા સિવાય અન્ય કોઈ સાથે મારે રાગબંધન નથી, એમના માટે જ તો હું સંસારમાં રહ્યો છું.” આમ વાત ચાલે છે, તેવામાં ત્રિશલામાતા પિતે જ ધીરે પગલે ત્યાં પધાર્યા. માતાને જોતાં જ વર્ધમાનકુમાર ઉભા થઈ બહ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org