________________
વૈરાગી વર્ધમાન વરરાજા બન્યા
[ ૧૨૯ ] કરતાં ત્યારે વર્ધમાનકુમાર ઉલટાના સામેથી જ તેમને શીખામણ આપવા લાગતા અને કહેતાઃ “મિત્ર! સંસારી સુખ નાશવંત છે, સંસારી માયા પરપોટા જેવી છે, એમાં રાચવું શાને કાજે ?” આમ ને આમ છેડે સમય વીતી ગયા.
એ અરસામાં એક દિવસ સિદ્ધાર્થ રાજા સભામાં બેઠા હતા. રાજકાર્યની સમાપ્તિ બાદ પ્રતીહારીએ આવીને રાજાને જણાવ્યું કે “વસંતપુર નગરથી આવેલ પ્રધાનમંડળ પ્રવેશની રજા માગે છે.” રાજાના હકારસૂચક ઈશારાથી પ્રતીહારીએ પ્રધાનમંડળને સભામાં પ્રવેશ કરાવ્યો, સુસ્વાગત પછી ક્ષણવાર વિશ્રાંત થઈ આગન્તુકાએ પોતાના આગમનનો હેતુ પ્રદર્શિત કરતાં કહ્યું “રાજાધિરાજ! આપને જય હો, આપના મિત્ર સમા અમારા સમરવીર મહારાજાએ આપને કુશળ સમાચાર પૂછવા સાથે આપના સુપુત્ર શ્રી વર્ધમાનકુમારની ખ્યાતિ સાંભળી પોતાનું એકનું એક કન્યારત્ન યશદાકુમારીને વર્ધમાનકુમારને આપવા અમને મોકલ્યા છે; એ રીતે આપની સાથેનો સંબન્ધ ઘનિષ્ટ બનાવવા માગે છે. માટે આપ કૃપા કરીને તે કન્યારત્નનો સ્વીકાર કરી આપના મિત્રભાવને ઉજવલ બનાવે એવી આપને વિનંતી કરીએ છીએ. સિદ્ધાર્થ રાજાએ ગંભીર વદને તેમને જણાવ્યું: “મહાનુભા! બાલ્યવયથી જ વિરાગી વર્ધમાનકુમારે આવી રીતે ઘણું કન્યાઓના માગા પાછા ફેરવ્યા છે, પણ તમે અમારા અતિથિ બનીને રહો, વધમાનકુમારને સમજાવવાનો એક પ્રયત્ન કરી જોઈએ.”
સિદ્ધાર્થ રાજાની વાતને સહર્ષ સ્વીકાર કરી મહેમાને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org