________________
[ ૧૨૮]
શ્રી મહાવીર જીવનત તે શભશે” એની પસંદગીમાં ઉંચા જ ન આવતા, પણ વર્ધમાનને એની ક્યાં પડી હતી !
ત્રિશલામાતાના હૈયામાં આ એક જ અસંતોષ જલ્યા કરતો કે “મારે વર્ધમાન કેઈની સાથે ખુલા દિલથી મળતું નથી, ભળતું નથી, કેઈને પ્રેમથી મળતો નથી ! શું અમને છોડીને ક્યાંક ચાલ્યું જશે ? એ ભય તેમને રાત દિવસ સતાવ્યા કરતે!” પોતાના ભાઈ ચેટકરાજાની સુપુત્રી ચેષ્ટાકુમારી સાથે નંદીવર્ધનરાજકુમારને લગ્ન મહત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો, તેમ તેમ એકની એક લાડકવાઈ સુપુત્રી સુદર્શન રાજકુમારીના લગ્નના વાજા પણ વાગી ગયા, અને એ જ નગરના સુયોગ્ય ક્ષત્રિય પુત્રની સાથે ધામધૂમથી તેને પરણાવી લગ્નને લહાવે લીધે. તે ય વર્ધમાનકુમારે જરા સરખે પણ ઉમળકો બતાવ્યો નહિ. એ તે એની એ જ ગંભીરતામાં જ ખેવાયેલે રહેતે. ત્રિશલામાતા વિચારે છે કે હવે મારે શું કરવું? વર્ધમાનની ઉદાસિનતા તેમને અકળાવી રહી. વર્ધમાનકુમારનું ગેરૂં ગેરૂં મુખ, કમળ ગાલ અને વિશાળ ભાલપ્રદેશ, અણીયાળી આંખે અને શ્યામલ કેશની અલૌકિક શોભા જોઈ જોઈ એ ત્રિશલાદેવી મનોરથમાળાના મણકા ગુંથી રહ્યા હતા ! “મારે વર્ધમાન પરણવા જશે, અને હું વરરાજાની “મા” બનીને વરવધુને પંખીને લહાવે લઇશ ! એ સેનેરી દિવસ ક્યારે ઉગશે?” આવા વિચારમાં અટવાતાંત્રિશલાદેવીએ વર્ધમાનકુમારના મિત્રોને પણ ખાનગીમાં ભલામણ કરી રાખી હતી કે તમારે વર્ધમાનની ઉદાસિનતા દૂર કરવા પ્રયત્ન કરવો.
જ્યારે જ્યારે મિત્રો વધમાનની પાસે મેહભરી વાતે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org