________________
-
-
-
[ ૧૨૬ ]
શ્રી મહાવીર જીવનત તેવી જ ધામધૂમથી ભારે આડંબરપૂર્વક પાછા રાજમહેલમાં લઈ જવામાં આવ્યા અને સિદ્ધાર્થ રાજાએ પહેલા કરતાં પણ વધુ ઉમંગ અને ઉત્સાહથી બાળકોને મીઠાઈઓ વહેંચાવી, દીન અનાથાને દાન અપાવ્યા. ક્ષત્રિયકુંડમાં ઘેર ઘેર વર્ધમાનનું જ્ઞાન, વર્ધમાનને વિનય અને વર્ધમાનની ગંભીરતા ગવાતા રહ્યા. એ ગુણગુંજનમાં વર્ધમાન પ્રત્યેને મંગલ અનુરાગ જ ઉદ્દભવતું હતું. પાઠશાલામાં પ્રવેશ કરી બાલપ્રભુએ શક્તિ હોવા છતાં વિનય અને ગંભીરતા શખવાને બેધ આપે !
પાણીની જેમ સરી જતે સમય બાલ વર્ધમાનને યૌવન અવસ્થાના આંગણે દોરી ગયે! સાત હાથ પ્રમાણ દેહમાનમાં કામણગારી કાયા કમનીય દીસવા લાગી ! ભલભલાને ભાન ભૂલાવે એવું દેહસૌષ્ઠવ ! ઈન્દ્રને પણ ઝાંખે પાડે એવું અનુપમ રૂપ ! બૃહસ્પતિ પણ જેની પાસે વામણું લાગે એવી અગાધ બુદ્ધિઅને જેની પાસે સમુદ્ર પણ મર્યાદિત લાગે તેવી ગંભીરતા દરેકના દિલને ડેલાવી રહી હતી! એ વર્ધમાન રાજસભામાં જતાં ત્યારે સભાજનના સ્નેહ અને ઉલ્લાસ વધી જતા. રાજકાર્યોમાં તેમની સેનેરી સલાહ સૂચને કીંમતી થઈ પડતા. ખરેખર, સિદ્ધાર્થ રાજા જેવા પિતાને એક મિત્ર સમાન, નગરજનોને પરમ માનનીય સ્થાનરૂપ, ભાઈબેનને પરમ પ્રમોદનું સ્થાન, અને મિત્રવર્ગને સ્નેહની સરવાણી સમા યૌવનને આંગણે શેલતા ત્રિશલાદેવીના એ વહાલેરા મહાવીર કેવા હશે! કઈ કહી શકશે?
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org