________________
એ મહાવીર કેવા હશે!
[ ૧૨૩] ગમન જાણું તેમનું ચિત્ત ચમકી ઉઠ્યું! સર્વાસમાં જ્ઞાની પ્રભુને એક સામાન્ય પંડિત પાસે ભણવા જવાનું હોય? અહા ! એ જ્ઞાની મહાવીરની કેવી અગાધ ગંભીરતા ! અને માતૃવત્સલતા ! ” મારે ત્યાં જઈને એ જ્ઞાનીની આશાતના થતી અટકાવવી જોઈએ. એમ વિચારી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ઈન્દ્ર તત્કાલ ક્ષત્રિયકુંડ નગરની પાઠશાળામાં જ્યાં વિશાળ જનસમૂહ અને બાળકોથી વીંટળાયેલા વર્ધમાનને રત્નમઢેલી સુવર્ણની પાર્ટી અને પિન આપી અધ્યાપક ભણાવવાની તૈયારી કરે છે ત્યાં પહોંચી ગયા. અને બાલપ્રભુને નમસ્કાર કરી વિનયપૂર્વક એ અધ્યાપકના આસન પર બેસાડ્યા. ત્યાર પછી અવધિજ્ઞાનના ઉપગથી ઉપાધ્યાયની વ્યાકરણવિષયક મનની શંકાઓ જાણ એક પછી એક પ્રભુને પૂછવા લાગ્યા ! વર્ધમાનકુમાર પણ તેના સચોટ જવાબ આપવા લાગ્યા! પંડિતના મનની શંકાઓનું નિરસન થતાં એ વિચારમાં પડી ગયેઃ “અરે....આ રાજકુમાર છે તે નાને બાલ, પણ આટલું બધું જ્ઞાન
ક્યાંથી ભણું આવ્યા ? જે વ્યાકરણના ગૂઢ રહસ્ય હું વર્ષોની મહેનત પછી પણ અત્યાર સુધી જાણી શક્યો નથી એ ગૂઢ રહસ્યને પ્રત્યુત્તર આ બાલક અત્યંત સહેલાઈથી આપી રહ્યો છે ! શું તેમને સાક્ષાત્ સરસ્વતી પ્રસન્ન હશે? અને આ વૃદ્ધ બ્રાહ્મણ પણ કેણ હશે ? શું આ બાલકને પૂર્વ પરિચિત કોઈ પ્રાધ્યાપક હશે ?”
સિદ્ધાર્થ રાજા વર્ધમાનનું આવું વિશદજ્ઞાન જોઈ ભારે અચંબામાં પડી ગયા. ત્રિશલાદેવી તે વૃદ્ધ બ્રાહ્મણને ફટફટ જવાબ આપવા વર્ધમાનને વિસ્ફારિત નયને નિહાળી જ રહા ! જ્ઞાતિજનો અને નગરજનો પણ વધમાનનું અદ્દભૂત જ્ઞાન
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org