________________
[ ૧૨૨ ]
શ્રી મહાવીર જીવનત મેવા મીઠાઈ તૈયાર કરાવ્યા. ઉપાધ્યાયને આપવા માટે સેનાની જનેઈ, સરસ્વતીદેવીની સોનાની મૂતિ, રત્નોના અલંકારે અને રેશમી વચ્ચે તૈયાર કરાવ્યા. એ શુભ દિવસના ચડતા પ્રહરે હાથીની અંબાડીએ બેસીને, સુહાસણ નારીઓના મંગલ ગીત અને વાજીંત્રના આનંદ ઝરતા મધુર સ્વરેથી ગુંજતા વાતાવરણમાં હજારો નગરજનો સાથે વાજતેગાજતે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી અલંકૃત શ્રી વર્ધમાનકુમાર પ્રાણ હોવા છતાં માતપિતાના મનેરથની પૂર્તિ ખાતર પાઠશાળા એ ભણવા ચાલ્યા ! ! ! અહા ! જ્ઞાનગંભીર એ મહાવીર કેવા હશે ! સમય સમયના સુજાણ અને મનમનના ભાવે જાણનાર એ બાલપ્રભુએ
જ્યારે પાઠશાળામાં પ્રવેશ કર્યો ત્યારે વિદ્યાથીઓએ વર્ધમાનકુમારના વધામણુ કરવા હર્ષના પિકારે કર્યા અને તેમને જયનાદ ગજાવ્યું ! આજે સૌના લાડીલા શ્રી વર્ધન માનકુમારને પાઠશાળામાં પ્રવેશ હોવાથી નગરજનોએ ધામધૂમ મચાવી દીધી હતી. સિદ્ધાર્થ રાજાએ મહામહેત્સવ આદર્યો હતો. વિદ્યાર્થીઓ અને વર્ધમાનના મિત્રવર્ગમાં આનંદનો કલશોર મચ્યું હતું; તેમ પાઠશાળાના ઉપાધ્યાયને મન જાણે આજે સેનાને સૂર્ય ન ઉગ્યું હોય તેમ તેનું હૈયું આનંદથી નાચી રહ્યું હતું. કારણ કે આજે જંદગીનું દાળદર ફીટી જવાનું હતું. રાજમાન્ય પંડિત તરીકે તેના માન, કીર્તિ અને યશ વધી જવાના હતા ! પણ એને કયાં માલુમ હતું કે જે બાળકને એ ભણાવવા ઈચ્છી રહ્યો હતે. તે બાળક સામાન્ય નથી પણ પંડિત શિરોમણિ છે! ખરે ખર, એક નાનકડી કીડી કુંજરના માપ શી રીતે કાઢી શકે? આ અનુચિત બનાવથી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપી ઉઠયું અને જ્ઞાનના ઉપગથી પ્રભુનું પાઠશાળા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org