________________
[૧૨૦ ]
શ્રી મહાવીર જીવન જ્યોત લાગી, મસ્તક પર અગ્નિશખા જેવા પીળા કેશ અને કરવત જેવી ભયંકર દાઢ, સળગતા અંગારા જેવી આંખે, પર્વતની ગુફા જેવા નસકેરા, નાગણ જેવી ભયંકર બે ભ્રકુટી, ભલભલાના હાડ ગગડાવી નાખે તેવી ક્રૂરતાદર્શક રાક્ષસ જેવા ભયંકર સ્વરૂપે એ દેવ બાળપ્રભુને આંખના ડેળા પહેળા કરી કરીને ડરાવવા લાગ્યો ! પણ ડરે તે વર્ધમાનકુમાર શાના? અવધિજ્ઞાનના ઉપગથી દુષ્ટ દેવની પરીક્ષક બુદ્ધિ જાણી લીધી. તેને પરાસ્ત કરવા પિતાના સંપૂર્ણ બળપૂર્વક એક જમ્બર મુષ્ટિપ્રહાર એ દેવની પીઠ પર કર્યો. એ પ્રહારથી ઘાયલ થયેલા દેવ મચ્છરની માફક સંકોચાઈ પિતાના મુળ સ્વરૂપમાં આવી ગયે. એનું ભયંકર રૂપ નષ્ટ પામી ગયું. એક જ મુષ્ટિપ્રહારથી નીચો નમી ગયેલે દેવ વર્ધમાનકુમારને હળવેથી નીચે ઉતારી તેમના ચરણમાં મુકી પડ્યો ! શરમીંદા બની તેણે પિતાના આગમનનું કારણ જણાવી કહ્યું. “પ્રભુ આપની ભુજાઓમાં મેં અગાધ બળ જોયું ! આપની ગુણગંભીરતા ભારે પ્રશંસનીય છે. ઈન્દ્ર મહારાજે કરેલી આપની પ્રશંસા યથાગ્ય જ છે. આપ વીર નહિ પણ મહાવીર છે. અજ્ઞાનતાથી કરેલી મારી ભૂલ મને માફ કરો ! પરીક્ષક બનીને આવ્યું હતું પણ આપને પ્રશંસક બનીને જઉં છું. હવે પછી આવી ધૃષ્ટતા કદિ નહિ કરું.” વારંવાર ક્ષમાયાચના કરતો એ દેવ ફરી પ્રભુને નમસ્કાર કરી દેવકમાં ચાલ્યો ગયો!
ત્યારથી વર્ધમાનકુમાર મહાવીર તરીકે પ્રસિદ્ધ થયા. તેમની નીડરતાના સમાચાર ત્વરિત ગતિએ આખા ક્ષત્રિયકુંડ નગરમાં ફરી વળ્યા. કાળા નાગને દેરડાની જેમ દર ફેંકનાર અને ભયંકર રાક્ષસને એક જ મુષ્ટિપ્રહારથી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org