________________
એ મહાવીર કેવા હશે!
[ ૧૧૯ ] જીતેલા બાળકને હારેલા બાળકે વારાફરતી પિતાના ખંભા પર બેસાડી ફેરવે !” આ રમત રમવા માટે બધા બાળકો સાથે વર્ધમાનકુમાર એક આંબલીના તેતીંગ વૃક્ષની સમીપે આવ્યા. ત્યારે એ મત્સરી દેવ વર્ધમાનને બીવડાવવા માટે ભયંકર ભેરીંગનું સ્વરૂપ લઇ એ વૃક્ષને વીંટળાઈ ગયે ! તગતગ થતી બિહામણી આંખે, અને લબકારા મારતી જીભને જોઈ બધા બાળકો થડકી ગયા. એના ભયંકર કુફડાથી ફફડી ઉઠ્યા અને ભયથી ધ્રુજતા દૂર ભાગી ગયા ! પણ નીડર અને નિર્ભય એવા વર્ધમાનકુમાર એની સમીપે ગયા. “અરે..આ દેરડી જે સાપ આપણને શું કરી નાખવાનું છે?” એમ બોલતાં એ ભયંકર કાલીય નાગને દેરડાની જેમ હાથમાં પકડી દૂર ફેંકી દીધે ! ! ! જેની પરીક્ષા કરવા આવ્યા હતા તેના હાથે જ એ મત્સરી દેવને પીડાકારક પછડાટ સહેવી પડી ! આશ્ચર્યમૂઢ બનેલા બધા બાળકે ફરીથી નાચતાં કૂદતાં ત્યાં આવી અધુરી રમતને પુરી કરવા તૈયાર થયા. પેલે દેવ પણ પિતાની અધુરી પરીક્ષા પુરી કરવા એક બાળકના રૂપે એ બાળટળામાં ભળી ગયા. બધા સાથે એ પણ શરત મુજબ વૃક્ષ પર ચડવા લાગ્યા. તેવામાં અદૂભુત પરાક્રમી બાળપ્રભુ એક દોટ મૂકતાંની સાથે જ વૃક્ષની ટોચે જઈને બેઠા, એક સમય માત્રામાં રમત જીતી ગયા. બીજા બધાં બાળકો વૃક્ષની શાખાઓમાં લટકવા લાગ્યા ! રમતની શરત મુજબ નીચે ઉતરી કમપૂર્વક વર્ધમાનને પિતાની પીઠ પર બેસાડી ફેરવવા લાગતાં પેલા દેવે પણ વારે આવતાં વર્ધમાનકુમારને પીઠ પર બેસાડ્યા અને ભય પમાડવા વિકરાળ રૂપ પ્રગટ કરી મોટા તાડ જે લાંબો થતે ગયે! પાતાળકૂવા જેવા મુખમાંથી તક્ષક નાગ જેવી ભયંકર જીભ બહાર નીકળવા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org