________________
[૧૧૮]
શ્રી મહાવીર જીવનત ચેગ મૂકતાં જ્ઞાતખંડ ઉદ્યાનમાં બાલટેળ સાથે રમત કરવા પ્રવૃત્ત થયેલા વર્ધમાનને જોયા અને ભાવવિભોર બની ઉલ્લાસપૂર્વક એ ઈન્ડે પ્રભુને નમસ્કાર કર્યા. પ્રભુની અદ્ભુત ગંભીરતાપૂર્વકની બાચિત ક્રિયા જોઈ આશ્ચર્ય સાથે ભારે આનંદ પામ્યા. અને સભામાં બેઠેલા દેવ સમક્ષ બાલપ્રભુની ગંભીરતાપૂર્વકની બાલચેષ્ટાની પ્રશંસા કરતાં કહ્યું “અહા ! બાળકો તે ઘણા જોયા પણ વર્ધમાન જે કોઈ નહિ! શું એની નીડરતા અને શું એની ગંભીરતા! જ્ઞાનના સાગર હોવા છતાં નાના નાના ભૂલકા સાથે સંકેચ વગર રમતાં કદિ હારે એમ નથી, તેમ કદી કેઈથી ડરે એમ નથી!” ઈદ્રના મુખથી સરતી આ કૈલાઘા કઈ મત્સરી દેવ સહન કરી શક્યું નહિ! કારણ કે દેવતાઓમાં મત્સરભાવ વધુ હોય ! તેજેષથી કેઈની પણ લાઘા સહન કરવામાં અસમર્થ એવે એ દેવ ઉભું થઈ બેઃ “અરે ઈ! તમને તે જેના તેના વખાણ કરવાની ટેવ પડી છે! હું હમણાં જ ત્યાં જઈને તેની શક્તિનું માપ કાઢ. જેઉં તે ખરે કે એ મનુષ્ય બાલમાં કેટલી તાકાત છે" આમ બેલ એ મત્સરી દેવ દેડતે પૃથ્વી પર
જ્યાં વર્ધમાનકુમાર બાળકો સાથે રહેલા છે ત્યાં આવ્યું. અદશ્ય રહીને વર્ધમાનકુમારને જોયા, જોતાં જ ચમકી ગ! અહા..આ બાલકના તેજ તે અલૌકિક દેખાય છે. અજબ લાલિમા પાથરતું એનું શાંત મુખડું દશનીય છે. છતાં મારે તેની પરીક્ષા તે કરવી જ એવા આશયથી એક બાજુ ઉભે રહ્યો. તે સમયે “આમલકી કીડા” નામની રમત રમવાનું બાળકેએ નકકી કર્યું હતું. એ રમતમાં એવી શરત હતી કે “જે આંબલીના વૃક્ષની ટોચ પર પહેલે ચડી જાય તે બાલક રમત છત્ય ગણાય અને એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org