________________
જન્મ અને જન્મત્સવ
[ ૧૧૩] ભાણેજડાનું મામેરું લાવ્યા, ઝબલા ટોપી લાવ્યાં, રત્નમલ્યા રમકડા લાવ્યા, બેની માટે વસાલંકારે લાવ્યા અને નંદિવર્ધન તથા સુદશનાકુમારી માટે મેવા મીઠાઈના ટેપલા લાવ્યા ! ઘણા લોકો દૂર દૂરથી વર્ધમાનકુમારને જોવા માટે ભેટયું લઈને આવતા. સિદ્ધાર્થ રાજ દરેકને ચથોચિત સત્કાર કરતા. સિદ્ધાર્થ રાજાના તથા ત્રિશલાદેવીના ભાગ્યની પ્રશંસા કરતા લોકો વિરામ પામતા નથી. તેમના જીવન મૂળથી જ ઉજળાં હતા. અંતિમ તીર્થકરના જન્મથી એ ઉજવલતામાં વધારો થયો. અનેક ગુણાલંકૃત એવા સિદ્ધાર્થ રાજાને ઘણું લાકે ગુણગર્ભિત એવા યશસ્વી રાજા, અથવા શ્રેયાંસ રાજા તરીકે સંબોધતા. ત્રિશલાદેવીને પ્રીતિમતી અને વિદેહદિન્ના પણ કહેતાં ! જેનું જીવન ઉજવલ જેના ગુણ ઉવલ, તેના નામ પણ ઉજવલ જ હોય ! કામ પણ ઉજવલ અને સ્થાન પણ ઉજવલ ! અને સુખ શાંતિ પણ અતિ ઉજવલ !
ઈદ્ર મહારાજે અંગુષ્ઠમાં સંક્રમાવેલા અમૃતને આહાર કરતાં વર્ધમાનકુમાર દિવસે દિવસે દેહથી અને વયથી વધવા લાગ્યા ! જુદા જુદા દેશની પાંચ ધાવમાતાએ તેમનું સુંદર રક્ષણ અને પાલનપોષણ કરી રહી હતી. વર્ધમાનકુમારને શ્વાસ સુગંધી હતા, લેહી અને માંસ ઉજવલ હતા, આહારવિધિ અને મળવિસર્જનની ક્રિયા માનવીય દષ્ટિએ અગોચર હતી! બધા બાળકે કરતાં અલગ અને અજાયબીભર્યા વર્ધમાનકુમાર સૌને હૃદયને વિકસિત બનાવતા રહ્યા. સ્તનપાન નહિ, તેમ મળવિસર્જનની ક્રિયા પણ અગોચર આવા વર્ધમાનકુમારના આગમનથી રાજભવનના રંગ બદલી ગયા. ક્ષત્રિયકુંડ નગરમાં યશ, કીર્તિ, માન,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org