________________
[ ૧૧૨]
શ્રી મહાવીર જીવનજ્યોત દેવીએ મંગલ જન્મ મહત્સવની પૂર્ણાહુતિ કરી. બારમા દિવસે સર્વ જ્ઞાતિજનોને આમંત્રણ આપી લાવ્યા, એ જ્ઞાતિબંધુઓ હાથમાં ભેટયું લઈ સમયસર રાજભવનના વિશાળ મંડપમાં એકત્ર થયા. સિદ્ધાર્થ રાજાએ દરેકનો અંદર સત્કાર કર્યો, સ્નાન ભેજનાદિથી નિવૃત્ત થયા પછી એ જ્ઞાતિજને સમક્ષ સિદ્ધાર્થ રાજાએ ઘણા સમયથી સચવાઈ રહેલી પોતાની મનેભાવના વ્યક્ત કરતાં કહ્યું “જ્યારથી આ પુત્ર ત્રિશલાદેવીની કુક્ષીમાં આવ્યું, ત્યારથી આપણી નગરમાં અને પ્રજાજનોમાં સુખ, સંપત્તિ અને નેહ વધ્યા છે. અનુકુળતાઓ વધી છે. આ બધું વર્ધમાન થતું જોવામાં આવતાં પૂર્વકાળમાં કરેલા અમારા સંક૯૫ મુજબ આ બાળકનું “વર્ધમાનકુમાર” એવું અર્થસંપન્ન નામાભિધાન અમે જાહેર કરીએ છીએ. અમારે આ પ્રિય પુત્ર “વર્ધમાનકુમાર નામે પ્રસિદ્ધ છે.” જ્ઞાતિજનોએ ખૂબ જ આનંદથી આ કથનનો સ્વીકાર કર્યો અને સુવર્ણપારણીએ ઝૂલતા પુષશા કોમળ તેમ રૂપરૂપના અવતારસમા એ વર્ધમાનકુમારને જોઈ જોઈને જ્ઞાતિજનો હરખી રહ્યા ! પરાણે વહાલ ઉપજાવે એવા વર્ધમાનકુમાર સૌના આકર્ષણનું ધામ બની ગયા. હર્ષ પામતાં સૌ જ્ઞાતિજનો બાલપ્રભુના મરણમાં ઝુલતાં ઘેર ગયા. દેખાવે ભારે સોહામણું પુત્રને જોઈ જોઈ સિદ્ધાર્થ રાજા હરખપદુડા બની તેના પર વહાલ વરસાવતા થાકતા નથી. ત્રિશલાદેવી તે એ બાલુડાની પાછળ એવા હર્ષઘેલા બન્યા કે એક ક્ષણ પણ નીચે મૂકતા નથી. નંદીવર્ધનકુમાર ગુલાબના ગેટા જેવા નાનકડા ભાઈના કમળ ગાલને ચૂમતાં થાકતા નથી અને સુદના બેની તે એ લાડીલા ભાઈને રમાડતા થાકતા નથી! મામા ચેટકરાજાએ વહાલસોયા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org