________________
જન્મ અને જન્મત્સવ
[ ૧૧૧ ] પૂર્વવત્ પાંચ રૂપે સૌધર્મેન્દ્ર પ્રભુને લઈ દેવદેવીઓ સાથે પાછા ફરી ત્રિશલામાતાની સમીપે પધરાવી, પ્રતિબિંબ અને અવસ્થાપિની નિદ્રા સંહરી પ્રભુના આનંદ માટે તેમના સુવર્ણ ઝુલા પર રત્નમય ગેડીદડે બાંધ્યા, એશીકે રેશમી વસ્ત્ર અને બે કુંડળે મૂક્યા અને તીર્થકરો માતાના સ્તનપાન ન કરતાં હોવાથી પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃતનું સિંચન કર્યું, પછી “પ્રભુનું અને માતાનું અહિત ચિંતવનાર પોતાનું અમંગલ નોતરશે ” એવી ઉદ્ઘેષણ કરી રાજભવનમાં બત્રીશ ક્રોડ સૌનૈયાની વૃષ્ટિ કરી ઈન્દ્રો અને દેવતાઓ પ્રભુના ગુણગાન ગાતાં ગાતાં પિતાના આચાર મુજબ ત્યાંથી નંદીવર દીપે જઈ અષ્ટાલિંકા મહત્સવ ઉજવી સ્વસ્થાનકે સીધાવ્યા.
પ્રાતઃકાલને પૃથ્વી પર પ્રકાશિત કરતે અભિનવ ભાણુ ઝબૂક અને ત્રિશલાદેવીની પ્રિય સખી સમી પ્રિયં. વંદા નામની દાસી સિદ્ધાર્થ રાજાને વધામણી આપવા દોડી ! પુત્ર જન્મની વધામણી સાંભળી સિદ્ધાર્થ રાજા ખૂબ હર્ષાવેશમાં આવી ગયા અને પિતાના મુગટ સિવાય દરેક રત્નાલંકાર ભેટમાં આપી પ્રિયવંદાને દાસીપણાથી મુક્ત કરી. ત્યારપછી સૌ પ્રથમ તેમણે કારાગૃહો ખાલી કરાવ્યા એટલે બધા કેદીઓને છોડી મૂકાવ્યા અને જન્મત્સવ ઉજવવો શરૂ કર્યો. ત્રીજા દિવસે માતાપિતાએ પુત્રને સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવ્યા. છઠ્ઠા દિવસે ક્ષત્રિયકુંડના સમસ્ત નારીવર્ગને આમંત્રણપૂર્વક રાજભવનમાં લાવ્યા અદ્દભુત શણગારથી શેભતી સુકુલિન અને સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગલ ગીતાના ગુંજન સાથે રાત્રિજાગરણું મહેત્સવ કર્યો. અગ્યારમા દિવસે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org