________________
[ ૧૧૦ ]
શ્રી મહાવીર જીવનત વગેરેના ગધદકથી ભરીને તૈયાર કર્યા. આ અપરિમિત જલસમૂહને જે સૌધર્મેન્દ્રને મનમાં વિકલ્પ જાગ્યું કે “ કોમળગી બાળપ્રભુ આટલા બધા જલના આવેગને કેમ સહન કરી શકશે?” અવધિજ્ઞાનથી ઈદ્રને અભિપ્રાય જાણું તીર્થકરનું અતુલ બળ દર્શાવવા બાલપ્રભુએ પિતાના જમણા પગના અંગુઠાથી મેરૂપર્વતને જરા દબાવ્ય, તેની સાથે જ એ નિશ્ચલ પર્વત ડેલાયમાન થઈને નાચવા લાગે! તેના આવા નર્તનથી શીખરે તૂટવા લાગ્યા, વૃક્ષે મૂળમાંથી ઉખડીને ભેંય પર પટકાવા લાગ્યા અને ભયજનક સ્થિતિ સરજાઈ ગઈ. આ વળી શે ઉત્પાત જાગ્ય ! એવી ચિંતામાં પડેલા ઈન્દ્રને તુરત મૂકેલા અવધિજ્ઞાનના ઉપયોગમાં પોતાના વિકલપને જવાબ આપતું પ્રભુનું પરાક્રમ દેખાઈ આવ્યું! પિતાની ભૂલથી શરમાઈને, ઇન્કે અગાધબલી બાલપ્રભુની ક્ષમા માગી. કરેલા અલ્પ દુષ્કૃત્યને મિથ્યા બનાવ્યું. - ત્યાર પછી ચોસઠ હજાર એજનમુખી કળથી બધા ઈન્દ્રો ઇન્દ્રાણુઓ, દેવ અને દેવીઓ મળીને પ્રભુ પર અઢીસે અભિષેક કર્યા. કેમળ વસ્ત્રથી પ્રભુનું અંગલુંછન કરી ચંદનનું વિલેપન કર્યું. સુગંધી પુષ્પ, ધૂપ, દીપ, વગેરેથી પ્રભુની પૂજા કરી પ્રભુ સન્મુખ અખંડ રૌગ અક્ષતેથી જયમંગળ કરનારા એવા અષ્ટમંગલની સુંદર આલેખના કરીને મૈત્યવંદન સ્તુતિ વગેરે ભાવપૂજા કરી પ્રભુ સન્મુખ આરતી અને મંગલદીપ ઉતાર્યા. ગીત, ગાન અને વાછત્રેના નિનાદોથી દિશાઓને મુખરિત બનાવતા ભક્તિઘેલા દેએ મેરૂપર્વતને ગજાવી મૂક્યો. ભારે ઠાઠમાઠ અને ઉમંગ રંગથી પ્રભુને જન્મોત્સવ ઉજવી નાચગાન કરતાં તેમણે મહત્સવવિધિ પૂર્ણ કર્યો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org