________________
જન્મ અને જન્મત્સવ
[ ૧૦૯ ] અસંખ્ય દેવદેવીઓ સાથે પાલક નામના વિમાનમાં બેસી ઈન્દ્ર મહારાજ ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં આવી પહોંચ્યા. તેજસ્વી દેવતાઓના આગમનથી એ નગર ઝળહળાં બની ઉડ્યું. ત્યાં આવી માતા-પુત્રને ભક્તિરાગપૂર્વક ત્રણ પ્રદક્ષિણ આપી અસંખ્ય દેવતાઓ સાથે ઇન્ડે માતા-પુત્રને ભાવથી નમસ્કાર કર્યા અને ત્રિશલાદેવી સહિત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી, માતાની પડખે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી, જન્મ મહોત્સવ ઉજવવા મેરૂપર્વત પર બાલપ્રભુને લઈ જવા તૈયાર થયા. “બધો લાભ મારે જ લે ” એ નિશ્ચય કરી સૌધર્મેન્દ્ર પિતાની દિવ્ય શક્તિથી પાંચ રૂપ ધારણ કર્યા. એક સ્વરૂપ પોતાના દિવ્ય કરસંપૂટમાં બહુમાનપૂર્વક બાલપ્રભુને ગ્રહણ કર્યા.” “બીજા સ્વરૂપે પ્રભુ ઉપર છત્ર ધર્યું. ” “ ત્રીજા અને ચોથા સ્વરૂપે બે બાજુ ઉજવલ ચામર વિંઝવા લાગ્યા ” અને “પાંચમા સ્વરૂપે હાથમાં વજ ઉલાળતાં પ્રભુની આગળ ચાલવા લાગ્યા.”
પ્રભુના જન્મ મહોત્સવની આનદ યાત્રામાં અસંખ્ય દેવદેવીઓ જોડાયા. સૌ હર્ષધ્વનિપૂર્વક નાચગાન કરતાં મેરૂ પર્વતના પાંડુકવનમાં દક્ષિણ દિશામાં રહેલી અતિ પાંડુ કંબલા નામની શિલા પર રહેલા શાશ્વતા સિંહાસન પર પ્રભુને ખેાળામાં લઈ ધર્મેન્દ્ર બિરાજમાન થયા. ત્યાં બાર દેવકના દશ, ભુવનપતિના વીશ, વ્યંતરનિકાયનાં સેળ, વાણવ્યંતરનિકાયના સોળ અને જ્યોતિષી દેના બે મળી ચેસઠ ઈદ્રો એકત્ર થયા. પ્રભુને જન્માભિષેક કરવા માટે સૌધર્મેન્દ્રની આજ્ઞાથી દેએ સોના-રૂપા વગેરે અષ્ટજાતિના ભેજન મુખવાળા ચોસઠ હજાર કળશા સુધી ઔષધિઓ અને ચૂર્ણો નાખી તયાર કરેલા ક્ષીરસમુદ્ર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org