________________
-
-
[ ૧૦૮ ]
શ્રી મહાવીર જીવનાત રૂચકદ્વીપથી ચાર દિકુમારિકાઓ તુરત ત્યાં આવી પ્રભુના નાભિ-નાલને ચાર અંગુલ રાખીને છેદન કર્યું. એક ખાડે છેદી તેમાં નાળક્ષેપન કરી તેને વારથી પુરી દીધું. તેની પર દુર્વા નામની વનસ્પતિથી પીઠીકા બાંધી. ત્યાર પછી સૂતિકાગ્રહમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં ત્રણ કદલીગૃહની રચના કરી. વિમાન સદશ શેલતા એ ત્રણે ગ્રુહાના વિશાળ ચોક સિંહાસનથી અલંકૃત કર્યા.” પછી ચતુર દાસીઓની જેમ માતા પુત્રને અત્યંગન અને ઉદવર્તન કરી સ્નાનવિલેપન કરી અનુપમ શણગારોથી સજ કર્યા અને પૂર્વાભિમુખે સિંહાસન પર બેસાડ્યા. તેમજ અણિના કાષ્ટથી અગ્નિ સળગાવી શીર્ષ ચંદનનો હમ કરી તેની ભસ્મથી રક્ષાપટલી માતા પુત્ર બનેના હાથે બાંધી. “તમે પર્વત જેવા આયુષ્યમાન થાઓ” એમ પ્રભુના કાનમાં કહી માતા પુત્રને સ્વસ્થાનકે શય્યા પર સુવાડ્યા.” આ રીતે એ છપ્પન દિકુમારિકાએ પિતાને ભક્તિકમ બજાવી પ્રભુ સન્મુખ નૃત્ય ગુજરાપૂર્વક મંગલ ગીતા ગાઈ હર્ષથી નાચતી નાચતી સ્વસ્થાને ચાલી ગઈ. લગ્ન વેળાએ જેમ બધા વાજી એકી સાથે વાગે તેમ તે સમયે દેવલોકમાં શાશ્વતા ઘટે બધા એકી સાથે ગડગઢ ઉડ્યા, એની સાથે ઈન્દ્રોના રત્નમય સિંહાસનો પણ ડેલી ઉક્યા ! અવધિજ્ઞાનથી ઇન્દ્ર મહારાજે અંતિમ જિનને જન્મ થયેલે જાણું પ્રભૂજન્મદિશા તરફ જઈ નમુત્થણુના પાઠપૂર્વક અર્થગર્ભિત સ્તુતિ કરી અંતિમ પ્રભુને નમસ્કાર કર્યો, અને હરિગ મેષીદેવ પાસેથી સુઘાષા નામને ઘંટ વગડાવી બધા દેવને પ્રભુના જન્મની હકીકત જણાવી, જન્મકલ્યાણક ઉજવવા એકત્ર થવાની આજ્ઞા કરી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org