________________
જન્મ અને જન્મત્સવ
[ ૧૭ ] મેરૂ પર્વત પર રહેનારી આઠ દિકુમારિકાઓ આવી માતાપુત્રને નમસ્કાર કરી જનપ્રમાણ ભૂમિમાં સુગંધી જલ વરસાવી જાનુપ્રમાણુ પંચવણી પુષ્પવૃષ્ટિ કરી પ્રભુના ગુણગાન કરતી સન્મુખ ઉભી રહી.”
પૂર્વરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ દિવ્ય વિમાનમાં બેસી તત્કાલ ત્યાં આવી માતા-પુત્રને નમસ્કાર કરી પોતાનું આગમન જણાવી હાથમાં સુંદર દર્પણ લઈ મંગલ ગીત ગાતી પૂર્વ દિશામાં ઉભી રહી.”
દક્ષિણરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ આનંદ પામતી ત્યાં આવી બન્નેને નમસ્કારપૂર્વક, કાર્ય નિવેદન કરી હાથમાં સુવર્ણકળશે લઈ ગાયન ગાતી ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી.”
પશ્ચિમરચક પર્વતથી આઠ દિકુમારિકાઓ ભક્તિપૂર્વક ત્યાં આવી નમસ્કારપૂર્વક આગમન હેતુ જણાવી હાથમાં દીપક લઈને ગીતો ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી.”
ઉત્તરરૂચક પર્વત પરથી આઠ દિકુમારિકાઓ પવનવેગી ગતિથી ત્યાં આવી માતા-પુત્ર બન્નેને નમસ્કાર કરી સ્વકાર્ય વિદિત કરી હાથમાં ચામર ગ્રહણ કરી ગાયન કરતી ઉત્તર દિશામાં ઉભી રહી.”
વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી ચાર દિગ્મમારિકાઓ આનંદપૂર્વક ત્યાં આવી બનેને નમસ્કાર કરી હેતુ જણાવી હાથમાં દીપક ગ્રહણ કરી ચાર વિદિશાઓમાં ઉભી રહી.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org