________________
[ ૧૦૬ ]
શ્રી મહાવીર જીવનત ઉઠ્યો, દિશાઓ જાણે સ્મિતમુખી બની ગઇ, પૃથ્વી જાણે પુલકિત બની, અને અંતરગત હર્ષને વ્યક્ત કરે તે પવન મંદ છતાં મધુર લહરીઓ હેરાવી રહ્યો ! ક્ષણભર આખું જગત પ્રકાશમય બની ગયું. એ પ્રકાશમાં નારકીના જી પણ વેદનાથી હળવા થયા ! પ્રકાશ થયે, શાંતિનો સ્વાદ ચાખે ! તીર્થંકર પ્રભુના આત્માને પ્રભાવ જ એ હોય કે તેમની માતાને પ્રસવ વેદનાને અનુભવ ન થાય, અને ન હેય કઇ જાતની અશુચિ. એ બાલપ્રભુના દેહમાંથી ઉછળતો સુગંધને સમૂહ ચારે બાજુ પથરાઈ ગયે અને દશે દિશાઓ સુવાસિત બની ગઈ. આકાશમાં દેવદુંદુભિ ગાજી રહી. સુરમ્ય વાતાવરણમાં સૌરભ પ્રસરી રહી. સૌ આત્માઓ સુખનિદ્રામાં પડ્યા હતાં. દાસદાસીઓ મીઠી નિદ્રા માણી રહ્યા હતા. ખુદ ત્રિશલાદેવી પણ કોઈ દિવ્ય અને રમ્ય ભાવની તંદ્રામાં જુલી રહ્યા હતા !!
એ અવસરે શ્રી તીર્થકર પ્રભુના જન્મ સમયે પ્રસૂતિકર્તવ્ય માટે છપન દિકુમારીઓના આસને ડગમગી ઉઠ્યા. અવધિજ્ઞાનના ઉપયોગથી શ્રી તીર્થકરનો જન્મ થયેલે જાણી સૂતિકાકર્મ કરવાનું પિતાનું કર્તવ્ય બજાવવાને સમય આવેલે જાણી આનંદી રહી.
“તેમાં પ્રથમ અધેલેકમાં વસનારી આઠ દિગ્મમારિકાએ ત્રિશલાદેવીના શયનગૃહમાં આવી પિતાને પરિચય આપી પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરી આગમનને હેતુ જણાવ્યું. અને સંવર્તક વાયુથી એક
જનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી પ્રભુગુણગર્ભિત ગીતગુંજન કરતી નજીક ઊભી રહી.”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org