________________
જન્મ અને જન્મોત્સવ
[ ૧૦૫ ] મંગલકારી આયંબિલની તપસ્યાપૂર્વક સિદ્ધચક્રજીની આરાધના કરી રહી હતી.
જોતજોતામાં ચૈત્ર સુદ ત્રયોદશીનો સુવર્ણભાનું પૂર્વાકાશમાં ઝબક્યો. સૂર્ય, ચંદ્ર વગેરે જ્યોતિષીદેવેની ગતિ મુજબ દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વરસ, વગેરે વિભાગ પડેલા હોવાથી આજથી પચીશ ને બહેતરમાં વર્ષનો ચત્ર માસ. એ માસને તેર દિવસ એટલે શુકલા ત્રદશીને મંગલ પ્રભાત ઉદિત થયે. આજના દિવસને પ્રભાવ કોઈ અનેરો જણાતે હતો ! આજનો ભાણું કઈ અને રા તેજપુંજને પ્રસરાવતા હતા ! અનેરી આશા, અને ઉમંગ અને અનેરું આકર્ષણ જમાવત એ ભાણ જેવી રીતે ઉદિત થયા હતા તેવી જ રીતે અસ્ત પણ થયે ! અને દિશાઓને શ્યામ કરતી રાત્રિ પિતાના સ્વાભાવિક શ્યામ તેજપુંજમાં ઝળહળી ઉઠી. વસંતત્રતુની શ્યામલ રાત્રિ પણ પોતાની મધુરતા બિછાવે છે, એમ કવિજનો કહે છે.
એ શ્યામલરાત્રિને મધ્ય સમય ચંદ્રના શીતલ તેજથી ઉજ્વલ ઉજવલ બની ગયો. એ ચંદ્ર કન્યા રાશીમાં અને સૂર્ય મેષ રાશિમાં ઉપસ્થિત હતા. તેમ મંગળ, બુધ, ગુરુ, શુક, અને શનિ વગેરે ગ્રહે પણ ઉચ્ચ સ્થાને બિરાજ્યા હતા. ઉત્તરાફાલ્ગની હસ્ત નક્ષત્રના શુભમિલનનો સંયોગ સરજાણે હતો. એવા અત્યંત શ્રેષ્ઠ અને મનોભિષ્ટ સમયે ગૂઢગર્ભા ત્રિશલાદેવીએ બિલ્કલ અશુચિ વિના સુંદર, સ્વસ્થ, ત્રણ જ્ઞાનથી અલંકૃત, સિંહલંછનથી યુક્ત અને હેમ કાન્તિસમ ચમકતા પુત્રરત્નને જન્મ આપે. નહિ માતાને વ્યાધિ, નહિ પુત્રને પીડા ! નહિ રૂદન ! છતાં સૌમ્ય વાતાવરણમાં શ્રી તીર્થકરજન્મસૂચિત મધુર નિનાદ અદશ્યપણે ગુંજી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org