________________
[ ૧૦૪ ]
શ્રી મહાવીર જીવનજ્યેત
ચારિત્ર અને તપ; એ મહામ ગલકારી સર્વોત્તમ નવ પદોની સુંદર ઉપાસના ચાલી રહી હતી, જિનમદિરામાં ભારે ઝાડથી એ નવે પદોની અદ્ભૂત અના થઈ રહી હતી.
તે સમયમાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં પણ કાઈ શુભ પ્રસંગને પમરાટ પાંગરતા જતા હતા !. શ્રી ત્રિશલાદેવી ભારે પ્રફુલ્લિત જણાતા હતા, અંતિમ તીથંકરના આત્માને અવની પર અવતરવાનેા અનુકુળ સમય આવી પહેાંચવાની ઘડીએ ગણાતી હતી. ત્રિશલાદેવીને સખીવૃન્દ સવિશેષ કાયરત હતા, પ્રસૂતિ સમયને અનુરૂપ સઘળી તૈયારીએ થઇ રહી હતી. સું વગેરે ઔષધા ખંડાઇને ચૂર્ણ બની રહ્યા હતા ! ફુલવૃદ્ધાઓના સલાહસૂચના અને દેખરેખ નીચે સઘળી પૂર્વ તૈયારી થઇ રહી હતી. ત્રિશલાદેવીનુ સ્વાસ્થ્ય અતિ સુ ંદર હતું. તેમની દેહલતા પર કેાઈ અનુપમ આભા પ્રસરી રહી હતી. શ્રી તી``કર પ્રભુની માતાના ગર્ભાધાનના લક્ષણા અન્ય માતાએ કરતાં જુદા હાય છે. ઉત્તરવૃદ્ધિ વગેરે બાહ્ય લક્ષણા પ્રદશિત ન હાવાથી તીથ 'કરજનેતાઓ ગૃઢગર્ભા કહેવાય છે. એ ગુઢગર્ભા ત્રિશલાદેવી સપૂર્ણ સ્વસ્થ હતાં, છતાં તેમના હલનચલનની ક્રિયા કાંઇક સ્તુલિત અને ભારે જણાતી હતી ! તેમની ચાલ ધીમી હતી, ખેલ ધીમા હતા, ઉઠવા બેસવાની ક્રિયા પ્રશાંત હતી. તેમના સૌંદય ઝરતાં દેહના અંગે અંગે કંઈક પ્રૌઢ શિથિલતા જણાતી હતી ! એક ખાજી વસંતઋતુનો સમય ખીજી બાજુ મંગલકારી શ્રી સિદ્ધચક્રજીની આરાધના, અને ત્રીજી બાજુ શ્રી તીર્થંકર પ્રભુના અવતરણનો પ્રભાવ. આ ત્રિવેણીસંગમમાં સ્નાન કરી રહેલા સૌ પરમ પ્રફુલ્લિત અને આનંદિત જણાતાં હતાં, ત્રિશલાદેવીની કેટલીક સખીએ તેમના મ'ગલ નિમિત્તો
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org