________________
૧ર. જન્મ અને જન્મોત્સવ
ક્ષત્રિયકુંડ નગરની પરમ શોભારૂપ જ્ઞાતખંડ વનમાં ઋતુરાજ વસંતનું સામ્રાજ્ય વ્યાપક બન્યું હતું. આંબાની ડાળે બેસી કોકીલા મધુર કુંજનથી વનને બહેકાવી રહી. હતી. આમ્રવૃક્ષે મધુર અને પક્વ આમ્રફળથી લચી રહ્યા હતા. સહામણું વનરાજી પર પ્રાણપૂરક અને પ્રફુલ્લતાપ્રેરક વસંતઋતુએ પોતાને પ્રચુર પ્રભાવ પાથર્યો હોવાથી ચારે બાજુ અલૌકિક રૂપસૌંદર્યના દર્શન દૃષ્ટિગોચર થઈ રહ્યા હતા. એક ક્ષત્રિયકુંડ નગરને માટે નહિ સમસ્ત જગત માટે આ સમય આનંદમય હતે. સતુના સોનેરી સ્વભાવ મુજબ સૌ લોક આનંદ પ્રમોદમાં ખેલતા હતા. અને ઇન્દ્રિયજન્ય સુખના આસ્વાદને માણી રહ્યા હતા. સોહામણું વન સુરભિત પુષ્પોથી મહેકી રહ્યું હતું.
ચિત્તને ચમકાવે તે ચૈત્ર માસ ચાલતું હતું. એ માસની શુકલા સપ્તમીથી પૂણીમા સુધી નવ દિવસોમાં જેન
ને વરેલા ધર્મભાવી આત્માઓ કર્મ છેદ માટે આયંબિલ તપ (રસ વિનાનું ભજન) (અલૂણાવ્રત) સાથે શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં મસ્ત હતા. સારાયે જેન જગતમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દર્શન,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org