________________
ધન્ય એ સુપ્રતાપી
૧૦૧ ] હતો ! ત્રિશલાદેવી જેવા સંસ્કારી હતા તેવા જ દિલના કમળ અને સરલ હતા. કદિ કટુભાવથી મનને કર્ષિત બનાવ્યું ન હતું. પ્રભુપૂજન, પ્રતિકમણ, સામાયિક જેવી ધર્મકિયાઓ પ્રત્યે તેમને સુરૂચી હતી. પાપની વાત અને પાપના કાર્યો પ્રત્યે તેમને નફરત હતી. એ ત્રિશલાદેવીની દિનચર્યા જેમ વૃદ્ધાનુગામિની હતી તેમ જીવનચર્યા ધર્માનુગામિની હતી. સર્વસત્તાધિશ મહારાણી તરીકે જીવન વીતતું હોવા છતાં તેઓ કદિ કેઇના પત્યે કઠોર બનતા નહિ. ઉદરમાં રહેલ ગર્ભને કેઈ કુસંસ્કારો અસર ન કરી જાય તેના માટે ખુબ જાગ્રત રહેતા. રૂપ, ગુણ અને શૌર્યની પ્રતિમા સમે રાજકુમાર નંદિવર્ધન જ્ઞાનાર્જન કરવામાં મસ્ત હતો, અને સુદર્શન રાજકુમારી તે જાણે ત્રિશલાદેવીની બીજી આકૃતિ જ ન હોય તેમ સૌને ખુબ પ્રિય હતી. એ પણ વચને એગ્ય જ્ઞાન સંપાદનમાં લાગી ગઈ હતી. માતાપિતાની આંખની કીકી સમા પુષ્પશા કેમળ એ બને બાળકે વિકાસમાગે ગમન કરી રહ્યા હતા. માતાપિતાના વાત્સલ્યભર્યા અંકમાં રમતાં એ બન્ને બાળક લાડકોડથી વય અને જ્ઞાનથી વધતા જતા હતા.
આમ છતાં હવે પછી અવતરનાર બાળક પ્રત્યે શ્રી ત્રિશલાદેવીને અનંતગણ મમતા જાગી હતી. તેના જન્મ પહેલા જ માતાને પક્ષપાત સ્પષ્ટ જણાઇ આવતા હતા ! નામ તે નકકી જ કરી રાખ્યું હતું. એ વર્ધમાનકુમારને પ્રત્યક્ષ રીતે મીઠી નજરે નિહાળવાની, તેના કોમળ ગાલને ચુમવાની, તેના કમળ દેહને પંપાળવાની, તેને અવનવી રીતે રમાડવાની અને વહાલ કરવાની વગેરે માતૃહદયને સુલભ એવી ઘડીઓ ગણતાં ગણતાં તેમને સમય વીતતે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org