________________
[ ૧૦૦ ]
શ્રી મહાવીર જીવનજયેત જતે હોય તેમ પ્રજાજનોના માનસ પ્રફુલ્લ બનતા જતા હતા. સર્વત્ર આનંદની છોળે ઉછળતી હતી.
સિદ્ધાર્થ રાજા એક સુકુલિન રાજવી હતે. જૈનધર્મ તેમને કુલધર્મ હતો. તેમના અંગે અંગે અને રગે રગે પાર્શ્વનાથ પ્રભુનું નામ ગુંજતું હતું. ત્રિશલાદેવી પણ ભારે પુણ્યશાળી અને સુકુલમાં ઉત્પન્ન થયેલા અણુમેલા રત્નસમ ચમકતા હતા. સ્વભાવે સુશીલ અને વર્તને વિનયી. એ ત્રિશલાદેવી તે સમયમાં મહાપ્રખ્યાત, બારવ્રતધારી, ધર્મરક્ત અને મહાસમર્થ રાજવી શ્રી ચેટકરાજાના બહેન હતા. ઉભય કુળમાં તેમને માનમરતબ ખુબ હતો. કુળસંસ્કાર અને ધર્મસંસ્કારથી એ બાલ્યવયથી જ સુસંસ્કારી હતા. જેને ચેટકરાજા જેવા ભાઈ અને સિદ્ધાર્થ રાજા જેવા સમર્થ સ્વામી પ્રાપ્ત થયા હોય તેમના સુખસાહ્યબી અને સમૃદ્ધિનું પૂછવું જ શું ? એ રાજારાણીને ગૃહસ્થાશ્રમ શ્રાવકના ગુણથી ગુમિફત હતા. તેમાં દયા અને દાનના પુર ઉછળતા હતા. તે સમયના રાજવÚલમાં એક આદર્શ રાજરાણું તરીકે તેમની અપૂર્વ ખ્યાતિ જામેલી હતી. તેમાં સેનામાં સુગંધના આરેપની જેમ અંતિમ તીર્થકરનો મહાન આત્મા એ કુળમાં અવતરવાનું હતું. તેથી પહેલા કરતાં પણ અનેક ઘણી રીતે વધુ સૌના આદરપાત્ર બન્યા હતા. તેમને સંસાર સંપૂર્ણ સુખમય, શાંતિમય અને ધર્મમય હતું, તેમની પ્રત્યેક પ્રવૃત્તિ ધર્મપ્રાણથી સંજીવન હતી, રાજવહીવટ સંપૂર્ણ ન્યાયી હતો. માત્ર ક્ષત્રિયકુંડ નગરમાં જ નહિ પણ તેમના યશ અને કીતિ દિગંતુગામી બન્યા હતા. તેમનું મને પાપરહિત, ઉદાર અને અત્યંત નિર્મળ હતું. તેમની વાણીમાં હિત, મિત્ત અને પથ્થભાવ તરવરતે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org