________________
ધન્ય એ સુપ્રતાપી માતા
[ ૯ ] પરસ્પર વિરભાવના ભૂલી જાય એવી ઘોષણું કરાવું, ઉચિત દાન આપીને સર્વને સંતુષ્ટ કરાવું, પ્રીતિદાન આપીને સર્વને મારા પ્રીતિભાજન બનાવું, અનુકંપાદાન આપીને બધા દુઃખી જાના કષ્ટ દૂર કરાવું, અને સુપાત્રદાન આપીને મારા ગૃહસ્થાશ્રમને સફળ બનાવું.” “ શ્રી જિનમંદિરોમાં ભારે ઠાઠથી અઠ્ઠાઈ મહેત્સ કરાવું.” “ગુરુજનો પાસે જઈ તેમની અદૂભુત ભક્તિ કરું અને તેમની ધર્મમય વાણી સાંભળી મારા જીવનને નિર્મલ બનાવું.” આવા ભાવનામય પુપે તેમની મનોરથમાળામાં કડીબદ્ધ ગુંથાતા જતા હતાં. શ્રી સિદ્ધાર્થ રાજાએ એ મનેરથમાળાના સુવિકસિત મંગલપુપના પરિમલને મહેકાવતાં ત્રિશલાદેવીની દરેક મનભાવનાઓ આદરપૂર્વક પૂર્ણ કરી. રાજઆમંત્રણથી રાજમહેલમાં સાધમિકેના ટેળેટોળા ઉભરાતા, અને યથેષ્ટ ભજન તથા માન સન્માન મેળવી સંતુષ્ઠ બની જતાં.
પુણ્યપુષ્ટ આત્મા ગર્ભસ્થ હોવાથી તેના પુણ્યને પમરાટ ચારે બાજુ પ્રસરી રહ્યો. ગુણગરવા ત્રિશલાદેવી પાસે માન અભિમાન વગેરે અવગુણે કદી ડેકાયા ન હતા. છતાં ગર્ભના પ્રભાવથી એક વખત તેમને મેટાઈનું મહત્ત્વ જોગવવાની એવી ઈચ્છા જાગી કે “સુંદર વસ્ત્રાલંકારેથી સજજ થઈ રાજસભાના મધ્યભાગમાં સુવર્ણમય સિંહાસન પર આરૂઢ થઈ બન્ને બાજુ વેત ચામરે વિંઝાવું અને રાજસમૂહને તથા રાજસભાને ધર્મભાવનાભરી આજ્ઞાઓ ફરમાવું.”આવી ઉમિમય ભાવનાઓ પણ સિદ્ધાર્થ રાજાએ ઉમંગપૂર્વક પૂર્ણ કરી. દિવસે દિવસે ધર્મમય નવા નવા ગ્રિામથી ક્ષત્રિયકુંડનગર ગાજતું રહેતું. જાણે કેઈ મહોત્સવનો અવસર ન વહી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org