________________
[ ૯૮]
શ્રી મહાવીર જીવનત બાળક કુબડાપણું, અંધત્વ, જડત્વ અને વામનપણું વગેરે દેથી દુષિત થાય. પિત્તજનક પદાર્થોથી શારીરિક નબ ળાઈ અને કફજનક પદાર્થો અનેક રોગ ઉત્પન્ન કરે. અતિ ખારૂં ભેજન નેત્રને નુકશાન કરે. અતિ ઠંડું, અતિ ગરમ, અતિ કડવું, અતિ તીખું અને અતિ સ્નિગ્ધ ભજન ગર્ભ વતી સ્ત્રી માટે ત્યાજ્ય છે. આ બધું સારી રીતે સમજીને ગર્ભને સુંદર વિકાસ થાય તેવો જ આહાર ગ્રહણ કરતા, અને અનુકુળ પડે એ આરામ કરતા, પોતે સ્વભાવથી જ સમજુ, વિવેકી અને વિચક્ષણ હેવાથી પહેલેથી જ તેમની જીવનચર્યા નિયમિત તે હતી જ તેમાં વધારે કર્યો. વળી કુળવૃદ્ધાઓના પણ કીંમતી સલાહ સૂચનો તેમણે પ્રેમથી અને આદરથી માન્ય કર્યા હતા. કુલવડેરી વૃદ્ધ બહેનોએ તેમને પોતાના અનુભવના પાઠ ભણાવ્યા હતા કે “બહુ બેલબેલ કરવાથી બાળક બકબંકીયો થાય, બહુ હસવાથી મુખગી થાય, બહુ રડવાથી ચુંચીયે થાય, બહુ દોડવાથી તેના અંગે પાંગ ઢીલા થાય.” આ બધી સોનેરી શિખામણનો હર્ષપૂર્વક સ્વીકાર કરી તેનું સુંદર પાલન કરતા હતા.
વૃદ્ધાનુગામી બની ત્રિશલાદેવી સારા વિચાર કરી સદવર્તન અને મને રમ ભાષાથી પિતાના હૃદયને શાંત અને મનને પ્રફુલ્લ રાખતા. તેમની મનોભાવના દિવસે દિવસે વિકસતી જતી હતી. એ મને વિકાસમાં ધર્મરંગી મનોરથમાળા ગુંથાતી જતી હતી, એ મનોરથમાળાના પુષ્પ જીવનમહેલને સુવાસિત બનાવે તેવા હતા. “હું ક્ષત્રિયકુંડ નગરમાં અમારી પડહ વગડાવું એટલે સર્વ ને અભયદાન અપાવું, ઘેર ઘેર અહિંસાદેવીની પૂજા કરાવું, સર્વ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org