________________
શ્રી મહાવીર જીવનત હશે? કે કે દુષ્ટ દેવે હરી લીધું હશે ? શું થયું હશે? અરે.. રે રે મારે ગર્ભ જે નાશ પામી ગયેલ હોય તે મારે હવે જીવીને શું કરવું છે?” આ અકુશલ સમાચારથી સમસ્ત રાજકુલમાં સોપો પડી ગયે ! સિદ્ધાર્થ રાજા પણ આ અમંગલ વાત સાંભળી ચિંતાતુર બની ગયા. હૃદયમાં ખળભળાટ મચી ગયે. આ પ્રસંગ બનવાથી આનંદભર્યા વાતાવરણમાં શોકની ઘેરી છાયા ફરી વળી ! શુન્યમના બની ગયેલા ત્રિશલાદેવીને કારમે કલ્પાંત જરાય અટકતે નથી. જેમ જેમ સમય જાય છે તેમ તેમ અશાંતિ વધતી જાય છે. ગર્ભની સુરક્ષા માટે વૃદ્ધ સ્ત્રીઓ અનેક જાતના ટુચકા કરવા લાગી. કેઈ પિતાના ઈષ્ટદેવની માનતા આખડી માનવા લાગી, કેાઈ સખી વીંઝણ વાય છે, કેઈ આશ્વાસન આપે છે, કઈ વૈદ હકીમને બોલાવવા દોડી જાય છે, કોઈ શાણી સખી ઈશારાથી અવાજ બંધ કરાવે છે. કર્તવ્યમૂઢ બનેલા સિદ્ધાર્થ રાજા પર ભારે આપત્તિ આવી પડી. શું કરવું એ સુઝતું નથી. ખરેખર, મોહના ઘેન માનવીના શાનભાન ભૂલાવી દે છે.
ગર્ભસ્થ પ્રભુએ પ્રસંગની ગંભીરતા જાણી લીધી, “અહા ! મેં મારી માતાને સુખ આપવા પ્રયત્ન કર્યો, પણ એ તો ઉલ્ટાનો દુઃખ માટે જ થયે? આ મેહની ગતિ કેવી અજબ છે, સુખ કરવા જતાં દુઃખ ઉત્પન્ન થયું !” આમ વિચારી માતાના દિલને શાંત કરવા બાલપ્રભુએ પિતાના નાજુકડા દેહને એક ભાગ જરા હલાવ્ય! આ
સ્પંદન ત્રિશલાદેવીના અંતરને ડેલાવી ગયું ! તુરત જ પૂર્વ વત્ હર્ષમાં આવી બોલવા લાગ્યાઃ
અરે સખીઓ ! મારે ગર્ભ કુશળ છે. સલામત છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org