________________
આનંદની હેલી
| [ ૯૩ ] ન ચડી હોય તેમ સર્વસ્થાને વૃદ્ધિગત ભાવ જોઈ સિદ્ધાર્થ રાજાને એક વખત એક મને ગતભાવ ઉત્પન્ન થયા અને ત્રિશલાદેવી સમક્ષ રજુ કર્યો કે “હે દેવાનુપ્રિય! તમારા ઉદરમાં અવતરેલા ઉત્તમ આત્માના ઉજવલ પ્રભાવથી આપણું રાજ્યમાં, રાજભંડારમાં, રાજકુલમાં અને સમસ્ત લોકોમાં આનંદ, ધર્મ, સંપત્તિ, લક્ષ્મી, સંપ, સ્નેહ વગેરે વધતા રહ્યા છે, એટલે મારા અંતઃકરણમાં એવી સ્કૂરણ જાગૃત થઈ છે કે જ્યારે આપણે એ પ્રતાપી પુત્ર જન્મ ધારણ કરશે ત્યારે આપણે તેનું ગુણનિષ્પન્ન એવું વર્ધમાન નામ પાડીશુ. આપણે એ લાડકવાયો વધમાનકુમારના નામે પ્રસિદ્ધ થશે. એવી મારી ઈચ્છા છે.” ત્રિશલાદેવીએ તેમાં સહર્ષ સંમતિ આપી.
હજી તે બાલક ગર્ભમાં છે, ત્યાં મેહાધન માતપિતાએ તેનું નામ પણ નકકી કરી રાખ્યું. માતાના ગર્ભમાં રહેલા પ્રભુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત હતા. જ્ઞાનનયને નિહાળી રહ્યા, માતપિતાની મેહાધિનતા અને તેમના દિલમાં ઉભરાયેલી આનંદની હેલી!
કેને વાસ કપાળમાં, માનને વાસ ગરદનમાં, માયાને વાસ હૈયામાં, અને લોભને વાસ સર્વાગે હોય.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org