________________
આનંદની હેલી
[૯૧ ] ભિત રમત્યા સમવસરણમાં બેસી શ્રી તીર્થકરપદસૂચિત અનંત લક્ષ્મીને ભેગવશે.”
૧૪. ચૌદમા સ્વપ્નમાં “નિધૂમ અગ્નિ જેવાથી આપનો એ મહાબડભાગી પુત્ર પોતાના જ્ઞાન અને તપની શક્તિથી અનેક ભવ્યાત્માઓને સુવર્ણસમ નિર્મળ બનાવી પાપરહિત સ્થાને પહોંચાડશે. વળી આ ચૌદે સ્વનેના મંગળ વિનિને મૂખ્ય સૂર એ છે કે ચતુર્ગતિરૂપ ચૌદ રાજકના અગ્રભાગે બિરાજી અગ્રેસરપણું ભેગવશે.”
આ રીતે સ્વપ્ન પાઠકેના શ્રીમુખે સ્વપ્નફળનું વિસ્તૃત ખ્યાન સાંભળી સિદ્ધાર્થ રાજા અત્યંત હર્ષાવેશમાં આવી ગયા, સભાજને પણ પોતાના પ્રિય રાજાને થનારા અત્યુત્તમ પુત્ર જન્મરૂપ ભાવિ લાભ ની વાત સાંભળી ભારે આનંદમાં આવી જઈને હર્ષ સૂચક પોકાર કરવા લાગ્યા. આખા સભામંડપમાં પ્રફુલ્લતા પથરાઈ ગઈ. એવા આનંદભર્યા વાતાવરણ વચ્ચે સિદ્ધાર્થ રાજાએ અત્યંત શ્રેષ્ઠ શબ્દાલંકારો વ્યક્ત કરી પ્રફુલિત દિલથી એ સ્વપ્નફળનો સ્વીકાર કર્યો. અને મને મુગ્ધ કરે તેવી મનેઝ ભાષાથી સ્વનિ પાઠકનો સુંદર સત્કાર કર્યો. જીવન પર્યત ન ખૂટે એ ઉપહાર આપી સુંદર વસ્ત્રાલંકાર અને પ્રીતિભેજન આપી તેમનું બહુમાન વધાર્યું, અને તેમને માનમહત્વના મુજરા સાથે સ્વસ્થાનકે વિદાય કર્યો.
જવનિકા અંતરે બેઠેલા ત્રિશલાદેવીએ પોતાનું મંગલ ભાવિ કથન સંપૂર્ણપણે સાંભળ્યું હોવા છતાં સિદ્ધાર્થ રાજાએ ત્યાં જઈને પુત્રજન્મ સંબંધી સઘળી હકિકત કહી સંભળાવી. તેમના હૃદયાકાશમાં પુનઃ આનંદને ચાંદ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org