________________
[ ૯૦ ].
શ્રી મહાવીર જીવન ૭. સાતમા સ્વપ્નમાં “જેયેલો સૂર્ય એવું બતાવે છે કે એ તમારે લાડિલે દેદિપ્યમાન કાંતિ અને મહાતેજથી ભૂષિત થશે. સૂર્યની જેમ મહા પ્રતાપી બની તેજ વહાવશે.”
૮. આઠમા સ્વપ્નમાં “અનુપમ ધ્વજાને જોઈ એનાથી એવું સૂચિત થાય છે કે એ સુપુત્ર ધર્મધુંરધર બની ત્રણે જગતમાં ધર્મધ્વજ ફરકાવશે.”
૯. નવમા સ્વપ્નમાં “જોયેલે પૂર્ણકળશ એવું સૂચન કરે છે કે આપને એ લાડકે પુત્ર ધર્મની પૂર્ણતાએ પહોંચશે.”
૧૦. દશમા સ્વપ્નમાં “જોયેલા પઢસરોવરનું રહસ્ય એવું છે કે તમારે એ સમર્થ પુત્ર દેવરચિત સુવર્ણ કમલ પર પદાર્પણ કરી વિહરનારે થશે.”
૧૧. અગ્યારમા સ્વપ્નમાં “ક્ષીરસમુદ્રને જે એનાથી એવું ફલિત થાય છે કે શક્તિસંપન્ન આપને એ પુત્ર પરિપૂર્ણ જ્ઞાનને અધિપતી સર્વજ્ઞ થશે.”
૧૨. બારમા સ્વપ્નમાં “જોયેલા દેવવિમાનની ફલશ્રુતિ એવી છે કે ભવનપતિ, વ્યંતર, જોતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના અસંખ્ય દેવતાએ તેની પૂજા કરશે અને તેની સેવા કરશે.”
૧૩. તેરમા સ્વપ્નમાં “ચમકતા રત્નરાશિને જવાથી તેના ફળસ્વરૂપે એવું જણાય છે કે દિવ્યલક્ષમીથી સુશો
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org