________________
[ ૮૮ ]
શ્રી મહાવીર જીવન કરી સિદ્ધાર્થ રાજાને અને સભાજનોને સ્વપ્નફળ વિદિત કરવા પિતાના માનનીય અગ્રેસરને અગ્રમુખી બનાવતા તેણે સમયેચિત મિષ્ટ વાણીથી સ્વપ્નફળ દર્શાવતાં કહ્યું
રાજન ! સ્વનશાસ્ત્રમાં જણાવ્યા મુજબ નવ પ્રકારે સ્વપ્નદર્શન થાય છે અને એ સ્વનો બેતેર પ્રકારના છે. તેના શુભ અને અશુભ એવા બે વિભાગ છે. શુભ વિભાગમાં ત્રીશ પ્રકારના સ્વપને છે. એ ત્રીશમાં પણ ચૌદ સ્વને અતિ ઉત્તમ છે. એ જ ઉત્તમ સ્વપ્નો મહારાણી ત્રિશલાદેવીએ જોયા છે. સિંહ, ગજ વગેરે ચૌદ મહાસ્વપનોને જોનાર મહાભાગ્યવતી સ્ત્રી અવશ્ય ચકવતી રાજા, અથવા તીર્થકરની જનેતા બને છે. સ્વસ્થ ચિત્તવાળા ત્રિશલાદેવીએ જે સ્વપ્નો જોયા છે, એ શ્રી તીર્થકરજન્મસૂચિત સ્થાન છે, તેમના ઉદરમાં શ્રી તીર્થકરને આત્મા ઉત્પન્ન થયું છે. હે રાજન ! તમે મહાભાગ્યશાળી છે, ત્રિશલાદેવી મહાભાગ્યવતી છે. તેની કુક્ષીએ તમારા વિશુદ્ધ વંશમાં સૂર્યસમા તેજસ્વી પુત્રરત્ન અવતરશે. એ પુત્રરત્નના પૂનિત પ્રભાવથી તમારા સ્કુલમાં અનંતગણું આનંદને વધારે થશે. તમારા રાજભંડારમાં અનર્ગલ લક્ષમી ઉભરાશે, તમારી રાજસત્તા વિસ્તૃત થશે, સર્વગુણાલંકૃત તમારે એ પુત્ર તમારા કુલને ઉદ્ધાર તો કરશે પણ સમસ્ત જગતને ય ઉદ્ધારક બનશે. જ્યારે એ યૌવન અવસ્થાને ધારણ કરશે ત્યારે સર્વત્યાગી બની પોતાના અદૂભૂત તપોબળથી સંપૂર્ણ કર્મક્ષય કરી સર્વજ્ઞ બનશે અને જગતમાં ધર્મતીર્થની સ્થાપના કરી સૌનો તારણહાર બનશે. એવા પુત્રરત્નને પામી ત્રિશલાદેવી માતા રત્નકુક્ષી તરીકે પ્રખ્યાત થશે. તેથી તમારા યશ ને કીર્તિ દીગંતમાં ફેલાશે. આ ચૌદે સ્વપ્નનું સામૂહિક ફળ છે. હવે એક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org