________________
આનંદની હેલી
[ ૮૭ ] વિજય પામો, તમારું કલ્યાણ હા, તમે અનુપમ દ્રવ્યલક્ષ્મી અને ભાવલક્ષમી પ્રાપ્ત કરો. તમારા સ્કુલમાં અનેક પ્રકારના મંગલ વિસ્તાર પામે !” - નિઃશબ્દ રાજસભામાં આ મંગલ શુભાશિનો મંગલ પડઘો પડ્યો, અને ચિત્રમાં ચિત્રિત હોય તેમ સૌ સભાજનોસ્થિર અને એકચિત્ત બની ગયા. રાજાએ સ્વપ્ન પાઠકના સ્વસ્તિવચને મસ્તકે ચડાવી તેમનો યાચિત આદરસત્કાર કરી તેમના માટે જ પાથરેલા સુશોભિત ભદ્રાસને પર એ સ્વપાઠકોને માનપૂર્વક બેસાડ્યા ! આગમનનો શ્રમ દૂર થયા પછી સિદ્ધાર્થ રાજા પિતાના સુવર્ણસિંહાસન પરથી નીચે ઉતરી વિનયપૂર્વક હાથમાં ઉત્તમ ફળ અને રૂપાનાણું ગ્રહણ કરી સ્વપ્ન પાઠકે પાસે જઈ તેમની સમક્ષ ફળ અને રૂપાનાણું મૂકી ગત રાત્રિએ ત્રિશલાદેવીએ જોયેલા ચૌદ સ્વપ્નનો વૃત્તાંત નમ્રતાપૂર્વક ધીર ગંભીર વાણુથી તેમને નિવેદન કરીને એ સ્વપ્ન સંબંધી ફળ પૂછ્યું. સ્વનિપાઠકે પણ એ સ્વપ્ન સારી રીતે સાંભળી કમપૂર્વક અવધાર્યા. સભાજનોએ સિદ્ધાર્થ રાજાના મુખથી કહેવાતાં ત્રિશલાદેવીને આવેલા સ્વપ્ન જાણ્યા, સૌને આજની સભાનું પ્રયજન સમજાઈ ગયું. માનની નજરે જોનારા પ્રજાજનોના અંતરમાં પિતાના રાજારાણી પ્રત્યે અનહદ લાગણી ઉત્પન્ન થઈ. અને આ મહાસ્વપ્નનું ફળ શું હશે એ સાંભળવા આતુર નયને સ્વપ્ન પાઠક તરફ નિહાળી રહ્યા. - સ્વપ્ન પાઠકેએ સૂમ ચિંતન કરી, પરસ્પર વિચારવિનિમય કરી સલાહસૂચન કરી સ્વપ્નશાસ્ત્રોના આધારથી, અને સ્વયં બુદ્ધિ પ્રાગભ્યથી પ્રથમ ચદે સ્વપ્નનું સામુ. દાયિક ફળ અને પછી દરેક સ્વપ્નનું અલગ ફળ નિર્ણય
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org