________________
૧૦. આનંદની હેલી
ક્ષત્રિયકુંડનગરમાં રાજમહેલમાં પ્રભાતનાં મંગલ ચોઘડીયા ધણ...ણ..ણુ ધડીમ...કરતાં ગઈ ઉઠ્યા. પ્રભાતસૂચક વાજીના મંગલ વનીએ હૃદયંગમ સુરાવલિ બિછાવી રહ્યા. તેવા મંગલ સમયે દેવવિમાન સમ શેભતા પોતાના શયનખંડમાંથી સિદ્ધાર્થ રાજા હમેશના નિયમ કરતાં થડા વહેલા બહાર નીકળ્યા. અને રાત્રિએ કરેલા નિર્ણય મુજબ પિતાના આત્મીય પુરુષને બેલાવી તેમને સ્વપ્નનિષ્ણાતોને આદરપૂર્વક રાજસભામાં બેલાવી લાવવાની આજ્ઞા ફરમાવી. અને પોતે નિત્યના ક્રમ મુજબ વ્યાયામશાળામાં ગયા. અને વિવિધ આસન તથા અંગમડ વગેરેથી શરીરમાં સાતે ધાતુઓને સુખ થાય તેવી કસરત કરી. ત્યાર પછી દેવના ઘર સરખા પિતાના સ્નાનગૃહમાં જઈ મહામૂલાં દ્રવ્ય નાખી તૈયાર કરેલા શતપાક, સહસ્ત્રપાક, લક્ષપાક વગેરે મહાપૌષ્ટિક તેલેથી નિષ્ણાત પુરુષે પાસે દેહમર્દન કરાવ્યું. અને સૌરભિત ઉલટનથી તે તેલની ચીકાશ દૂર કરાવી. ત્યાર પછી રત્નજડિત બાજઠ પર બેસી શીત, ઉષ્ણુ અને શીતોષ્ણ, એવા પરિમિત જલથી સુવર્ણકરે સ્નાન કર્યું. પૂજનને એવા સ્વચ્છ અને ઉત્તલ વચ્ચે ધારણ કરી ત્રિશલાદેવી સાથે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org