________________
[ ૮૪]
શ્રી મહાવીર જીવન ક્ષણે હતા, ત્રિશલાદેવી સાથે તેમને ગૃહસંસાર પુષ્પસૌરભ જેમ મહેકતે હતે. પરમ વિનયી અને બાલ્યાવસ્થામાં જ જેની મેટાઈના દર્શન થતા હતા તે નંદીવર્ધન જે સુપુત્ર અને શાંત સુસ્વભાવી સુદશના જેવી સુપુત્રી તેમના પ્રાણપ્રિય રત્નો હતા. તેમજ ક્ષત્રિયકુંડ નગરમાં રહેતા પ્રજાજનો પ્રત્યે પણ તેમને પુત્રવત્ પ્રેમ હતો. અને એ પ્રજાજને પણ સિદ્ધાર્થ રાજાના સુખે સુખ અને દુઃખે દુઃખી થનાર હતા. તેથી જ સિદ્ધાર્થ રાજાએ સભાજનો સમક્ષ જાહેરમાં નિમિત્તશાસ્ત્રીઓના મુખથી સ્વપ્નફળને સવિશેષ જાણવાનો નિર્ણય કર્યો. સાકરથી અધિક મિષ્ટ છે ભવિષ્યકથન જેનું એવા ચૌદે સ્વપ્ન પર વિચાર કરતાં, અને ગુણાતીત પુત્રની પ્રાપ્તિસૂચક પિતે આચરેલા પૂર્વ પુની અનુમોદના કરતાં કરતાં સિદ્ધાર્થ રાજાએ શેષ રાત્રિ નિર્ગમન કરી, ચાર ઘડી શેષ બાકી રહી ત્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરતાં સિદ્ધાર્થ રાજા નવકારમંત્રના સ્મરણમાં લીન બન્યા.
છે ધોળા થયા તુજ બાલ પણ પેળી મતિ થઈ કે નહિ? . છે ઉંમર વધી પણ ધર્મ કેરી ચાહના વધી કે નહિ? છે
દાંતે પડ્યા પણ આત્મચિંતા રજ પડી કે નહિ? તનબળ ઘટયું પણ ભગષ્ણુ તે ઘટાડી કે નહિ?
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org