________________
સ્વપ્ન દર્શન
મને થશે.” અહા ! એક તીર્થકરની જનેતા તરીકે હું જગપ્રસિદ્ધ થાઉં એનાથી અધિક આ સંસારમાં કંઈ નથી. સ્વામીએ મને કહ્યું કે આવનાર પુત્રરત્ન જગવલ્લભ બનશે, તે તીર્થકર સિવાય જગવલ્લભ બનવાની કઈ નામાં શક્તિ નથી. આવા સુંદર વિચારોથી ધર્મ જાગરિકા કરતાં શેષરાત્રિ પસાર કરવા લાગ્યા. - ત્રિશલાદેવી પૂર્વ માતૃપદ પામી ચૂક્યા હતા. તેમની નજર સામે આંખની કીકીને ઠારે તે સુલક્ષણે અને વિનીત નંદિવર્ધન પુત્ર અને “યથા નામા તથા ગુણ” જેવી સુદર્શન નામની રૂપકલીસમાં રાજકન્યા બાલચિત ભાવમાં રમતાં આનંદ કીલેલ કરી રહ્યા હતા. છતાં સંતતિવત્સલા માતા મનને મુદિત કરનારી સંતતીની પ્રાપ્તિ થતાં પિતાને ભાગ્યવતી માને છે. તેમાં આ તે ચૌદ સ્વપ્નસૂચિત શ્રી તીર્થકરને આત્મા તેમના ઉદરમાં અવતર્યો હતો, આનંદ અને હર્ષને પ્રસંગ એનાથી વધુ ક્યો હોઈ શકે ? આ બાજુ અદૂભુત સ્વપ્નનું ભાવિકથન કરી સિદ્ધાર્થ રાજા ફરી વિચારવા લાગ્યાઃ “ત્રિશલાદેવીએ જોયેલા સ્વપ્નનું ફળ મેં કિંચિત કહી બતાવ્યું, પણ નિમિત્તશાસ્ત્રના સંપૂર્ણ જ્ઞાન વિના તેનું સંપૂર્ણ ફળ જાણી શકાય નહિ. તેમાં કંઈક ન્યુનતા રહી જવાને પુરે સંભવ છે. વળી મહાદેવીએ જોયેલા સ્વપન જેવા તેવા નથી, એક એક સ્વપ્નમહાફળ આપે તેવા છે, મારા રાજ્યમાં વિસ્તૃત લાભની આશા સમા એ સ્વો છે. પ્રભાતે મારી રાજસભામાં સ્વપ્ન નિષ્ણાતોને આદરપૂર્વક બોલાવી વિધિપૂર્વક એ સ્વપ્નોનું ફળ હું જાણું, મહાદેવીયે જાણે અને મારા પ્રિય પ્રજાજને પણ જાણે!” સિદ્ધાર્થ રાજા મહા સમજુ અને મહા વિચ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org