________________
સ્વન દર્શન
[ ૮૧ !
-
.
.
. .
.
.
.
-
-
-
-
-
-
-
આજે હર્ષને દરિયે ઉભરાય છે. જીવનમાં પહેલી જ વાર આ અદ્ભુત આનંદ ઘુંટવાને અમૂલ અવસર પ્રાપ્ત થયો છે. સારૂં સ્વન મન વિકસાવે, એનું ફળકથન જીવનને વિકસાવે ! માટે આપ સ્વપ્નફળ પ્રકાશે !”
સિદ્ધાર્થ રાજા જાણકાર હતા, સુઅભ્યાસી અને તત્ત્વચિંતક હતા. એમણે પ્રથમ ચૌદે સ્વપનોને મનમાં ધાર્યા, યાદ કર્યા. એક એક સ્વપ્ન ભવ્ય ! નવ્ય ! અને દિવ્ય હતું! મહાફળને આપનારૂં હતું! કઈ પણ વસ્તુતત્ત્વ સમજવાના ત્રણ સાધન છે. પ્રથમ સાંભળવું, પછી વિચાર કરે અને ત્યાર પછી તત્ત્વને નિર્ણય કરે. એ નિયમ મુજબ સિદ્ધાર્થ રાજાએ સ્વપ્ન હકિકત સાંભળી, તેના પર ખુબ વિચાર કરી તેના ફળને નિર્ણય કરી કહ્યું: “દેવાનુપ્રિયે! સિંહ, ગજ, વૃષભ વગેરે જે સ્વનો તમે જોયા છે તે મહા મંગલકારી છે અને આપણા ઉત્કર્ષને સાધનારા છે. જીવનની ન્યૂનતામાં પૂર્ણતા પ્રગટાવે તેવા છે. જ્ઞાન અને બુદ્ધિથી વિચાર કરતાં મને એવું સમજાય છે કે ઉત્તમ દેવકથી ચૂત થયેલે કઈ ભવ્યાતિભવ્ય આત્મા તમારા ઉદરમાં અવતર્યો છે. એ મહાપુણ્યશાળી આત્માના પ્રતાપે આપણુ રાજકુળમાં ઉત્તરોત્તર ક્ષેમકુશળતા વધતી જશે. આપણું જીવનમાં સુખ અને શાંતિના સ્ત્રોત ઉભરાશે. એટલું જ નહિ પણ એ આત્મા આખા જગતમાં અજવાળા પાથરશે. ગર્ભકાળ પુરો થતાં મહાતેજસ્વી એવા પુત્રરત્નને તમે જન્મ આપશે, એ પુત્ર જે તે નહિ હોય. નયનવલ્લભ એટલે સૌને જોતાં માત્ર જ વહાલે લાગશે, હૃદયવલ્લભ, એટલે સૌના હૃદયમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરશે અને જગતવલ્લભ એટલે ત્રણે જગતના સર્વ પ્રાણીઓને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org