________________
સ્વપ્ન દર્શન
[ ૭૭ ]
જિ. ભાઈ અને જ
ચાલતાં સિદ્ધાર્થ રાજાના શયનકક્ષમાં પહોંચ્યા. કોમળ અને મિષ્ટ અવાજથી સુખનિદ્રામાં પોઢેલા સિદ્ધાર્થ રાજાને ધીરે ધીરે જાગ્રત કર્યા. મહાસત્વી સિદ્ધાર્થ રાજા તરત જ જાગી ઉઠ્યા. ત્રિશલાદેવીએ મસ્તકે અંજલી જેડી વિનયભાવથી સ્વામીના ચરણસ્પર્શ કરી હિત, મિત ને પથ્ય વાણીથી બોલ્યાઃ “સ્વામિન્ ! આજ રાત્રિએ ચતુર્થ પ્રહરના પ્રારંભે હું શાંત નિદ્રામાં પોઢી હતી ત્યારે કોઈ અગમ્ય ભાવિનું સૂચન કરનાર એવા મેં ચૌદ સ્વને જોયા અને જાગ્રત થઈ ગઈ એ આનંદકારી બીના હું આપને સત્વરે વિદિત કરવા આવી!” ત્રિશલાદેવીના મધુર બેલથી મુદિત થયેલા સિદ્ધાર્થ રાજા પ્રેમલ સ્વરે બોલ્યા: “દેવાનુપ્રિયે! આજની રાત્રિ બહુ રમ્ય જણાય છે. અત્યારને સમય શાંતિમય અને પ્રેરણામયે દેખાય છે. આ અવસરે તમે જોયેલા સ્વપ્ન અવશ્ય મંગલભાવી સૂચક હશે !” સ્વામીના નેહભર્યા નયન સામી નજર માંડતાં ત્રિશલાદેવી અંતરની વાતને પ્રકાશ પાથરતાં બોલ્યાઃ “સ્વામિન ! મેં કહ્યું એ જ સમયે મેં એકએકથી ચડિયાતા ચૌદ સ્વપ્નો જોયા અને જાગી ગઈ. અહા શું એ સુંદર વેળા હતી! આવી સુંદર વેળા આ જીવનમાં મેં પહેલી જ વાર અનુભવી. હજી અત્યારે પણ એ ચદચૌદ સ્વપ્નો જાણે મારી નજર સામે ફરી રહ્યા છે, ફરીને મને દર્શન કરાવી રહ્યા છે, મારી આંખ સામે તરવરી રહ્યા છે!” બેલતાં બેલતાં હર્ષની હેલી ચડી, ક્ષણભર વિસામે લઈ ફરી એવા જ મિષ્ટ સ્વરથી કહેવા લાગ્યાઃ “સ્વામિન ! સૌ પ્રથમ મેં નમણી કેશરાવલી નચાવતો, અને ગંભીર ઘોષથી ગર્જના કરતો, મેટી મટી ફાળે ભક્તો આવીને મારા મુખમાં પ્રવેશ કરેતે ભારે જોરાવર કેશરી સિંહ જે. દેખાવે સૌમ્ય અને સ્વભાવે શાંત એ પ્રભાવશાળી સિંહ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org