________________
[ ૭૬ ]
શ્રી મહાવીર જીવનત ગમેષ દેવ પિતાનું કાર્ય ખુબ આસાનીથી પાર પાડી બહાર નીકળે.
તીર્થકરનો આત્મા ઉદરમાં પ્રવેશ કરવાથી સુકોમળ શૈયામાં પોઢેલા ત્રિશલાદેવીની સૌમ્ય નિદ્રા કંઈક હળવી બની. તેમના દેહની નસેનસમાં કોઈ અપૂર્વ શક્તિનો સંચાર થયેલ હોય તેમ આ દેહ વિકસ્વર બની ગયે. એમના મુખ પર અનેરી આભા ચમકવા લાગી. જાણે કેઈ અગેચર દુનિયામાં વસી અગોચર આનંદનો અનુભવ ન કરી રહ્યા હોય તેમ તેમના ઉન્મીલિત નયને પ્રફુલ્લતા પાથરી રહ્યા. આનંદને અતિરેક થતાં ત્રિશલાદેવી એકાએક જાગી ગયા અને શૈયામાં સફાળા બેઠા થઈ ગયા ! હૃદયની ધડકન વધી ગઈ, રેમરાજી વિકસતી રહી, આજે તેમણે નિદ્રિત અવસ્થામાં એક અતિ સુંદર દૃશ્ય જોયું હતું. એ મનેરમ દશ્યમાં તેમણે એક બે નહિ પણ પુરા ચૌદ દિલચપી સ્વપ્ન જોયા, અને જાગ્યા. સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં આવી ગયેલા ત્રિશલાદેવી હર્ષવિભોર બની ગયા. રેમેરામમાંથી આનંદ ઝરણું વહેવા લાગ્યા. કમસર સ્વપ્નને યાદ કરતાં મનોમન બોલી ઉઠ્યા. અહા ! શું એ દિવ્ય સ્વનો ! દિલને ડેલાવનાર સ્વનો !! મનને મહેકાવનાર રવનો !!! આજે મારા આનંદભૂખ્યા આત્માને ભાવતું ભેજન મળ્યું ! આજની રાત્રિ મારા માટે ભારે રળીયામણી ઉદય પામી ! અત્યારે જ સ્વામી પાસે જઈ આ અવનવી અને અનોખી હકિકત તેમને નિવેદન કરી મારા આનંદના ભાગીદાર બનાવું ! એમ વિચારી એ સ્વનેને ફરી ફરી વાળતાં વળતાં ધીરેથી શૈયામાંથી નીચે ઉતરી પગમાં સુવર્ણ મોજડી ધારણ કરી અવાજ ન થાય એવી મંથર ગતિથી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org