________________
૯.
સ્વ
ન દ શ
ન
N
ક્ષત્રિયકુંડનગરના રાજભવનમાં અત્યંત સહામણી સજાવટથી શણગારેલા પહેલી જ નજરે રમ્ય અને ગમ્ય દીસતા એવા શયનગૃહમાં સુગંધી ધૂમ્ર સેરેના ગેટા આખા ખંડમાં પ્રસરી વાતાવરણને સુવાસિત બનાવી રહ્યા હતા. અદૂભુત કારીગિરિથી એપતા અને લાલરંગની મચ્છરદાનીથી આચ્છાદિત થયેલા સુરમ્ય પલંગ પર પાથરેલી નવનિતસમી મસૂર્ણ અને સુંવાળી શૈયામાં લાવણ્યમયી દેવાંગના સમ દીપતા ત્રિશલાદેવી સૌમ્ય નિદ્રાએ પિલ્યા હતા. આજથી પચીશ બહાંતેર વર્ષ પહેલાના આ વદ તેરસની મધ્યરાત્રિ વીતી ચૂકી હતી. પલંગની બન્ને બાજુ મૂકેલા મનહર બાજોઠ પર બેઠેલી બે દાસીઓ ઝોલા ખાઈ રહી હતી. વાતાયનમાંથી આવતા મધુર પવન મંદમંદ રીતે પિતાની પાંખ ચલાવી નિદ્રિત વ્યક્તિઓને આરામ આપવામાં સહાયક બની રહ્યો હતો. સમ સમ...કરતી રાત્રિની ઘડીઓ એક પછી એક પસાર થતી રહી અને રાજભવનના પ્રાંગણમાં ગોઠવેલે ઘંટાનાદ રાત્રિના ચતુર્થ પ્રહરની શરૂઆતનું સૂચન કરતે ગજી ઉઠ્યો. બરાબર તે જ સમયે ઈન્દ્રની આજ્ઞાથી ગર્ભપરાવર્નાન કરવા માટે આવેલા હરિણ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org