________________
ચ્યવન અને પરાવર્તન
[ ૭૩ ] દસમા દેવલકથી એવી પ્રભુ અષાડ સુદ છઠ્ઠના દેવાનંદા જીની કુક્ષીમાં ઉત્પન્ન થયા અને ખાસી દિવસ સુધી ત્યાં રહ્યા. અવતરણના દિવસથી વ્યાસીમા દિવસે આસો વદ તેરસની રાત્રિએ ચંદ્રહસ્તોતરા નક્ષત્રમાં આવવાના સમયે શ્રી ત્રિશલા માતાની કુક્ષીમાં તેમનું સં હરણ થયું. એ રાત્રિ દેવાનંદાજી માટે ભારે ભયંકર નીવડી. ગર્ભસંહરણના સમયે પૂર્વે જોયેલા ગજ વૃષભ વગેરે ચૌદે સ્વનિ તેમણે પોતાના મુખમાંથી પાછા નીકળતાં અને ત્રિશલાદેવી પાસે જતાં જોયા. આ બનાવથી તેમને ભારે આઘાત લાગ્યો. તેથી શરીર પણ સાવ નિર્બળ બની ગયું. પરિણામે અતિ દીન બની ગયેલા દેવાનંદજી અછુપૂર્ણ નેત્રે ભારે કલ્પાંત કરવા લાગ્યા. ઇષભદત્ત પણ આ વાત સાંભળી પ્લાન મુખવાળા થયા પણ કુદરત કરે તે કઈ ન કરે એમ વિચારી દેવાનંદાને આશ્વાસન આપી શાંત કર્યા. તે પણ તેમનું મન શાંત થતું નથી. એમના માનસપટ પર એવું અંકિત થઈ ગયું કે મારા એ ચૌદ મહા સ્વનો ત્રિશલાદેવીએ હરી લીધા. આ અનુભવ તેમને અત્યંત દુખદાયક બન્યા. અહા! એ ચોદે સ્વપ્ન હવે શું ત્રિશલાદેવીને ફળશે? મારા એ મંગલ સ્વને મહાપ્રભાવી હતા. ખરેખર, મારે પુણ્યોદય અસ્ત થઈ ગયે. મારા ઉદરમાં અવતરેલે ઉત્તમ આત્મા મને હાથતાળી આપી ચાલી ગયે! એ ઉત્તમ જીવના પૂનિત પ્રભાવથી મારા મનના કુવિકલ્પ બધા વિલય પામી ગયા હતા, શારીરિક વ્યાધિની પીડા પણ મારી નાશ પામી ગઈ હતી, મારો દેહ વિકસવર, મારું મન પ્રસન્ન અને મારો આત્મા ઉત્કર્ષ પામ્યા હતા. આજે મારા ભાગ્યદેવ મારા પર રૂષ્ટમાન થયા લાગે છે, નહિંતર આવું કેમ બને? દેવાનંદા ભારે બેચેન બની ગયા, ભાવિની ભીતર અને કુદરતની કરામત કેણ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org