________________
[૭૨]
શ્રી મહાવીર જીવનત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી અશુચિ દૂર કરી ખૂબ જ સાવચેતીપૂર્વક પ્રભુના શુભ પુદ્ગલમય ગર્ભને ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્થાપિત કર્યો. અને તેમને પુત્રીરૂપ ગર્ભ ગ્રહણ કરી ફરી બ્રાહ્મણકુંડનગરમાં આવી દેવાનંદાની કુક્ષીમાં સુગમતાપૂર્વક મૂ. મહાશક્તિશાળી એવા એ હરિણગમેષીદેવે આ કાર્ય એવી ચતુરાઈપૂર્વક કર્યું કે બને ગર્ભને અને તેની માતાઓને જરાય તકલીફ ન થઇ. આ વિચિત્ર લાગે તે ગર્ભપરાવર્તનકાલ અંતમુહૂર્તને હોવાથી પોતાનું ભાવિમાં સંહરણ થવાની અને સંહરણું થયા પછીની હકીકત જેમ પ્રભુના જાણવામાં હતી તે પ્રમાણે જે અવસરે સંહરણની ક્રિયા ચાલુ છે તે પણ જાણવામાં હતું. હરિણગમેષિદેવની ગર્ભપરાવર્તન કરવાની ભક્તિપૂર્વકની કુશળતાના કારણે ભગવંતને એ બાબતની ખબર જ ન પડે એ પ્રમાણે ગર્ભપરાવર્તન થયું. આ ગર્ભપરાવર્તાનની હકિકત અવધિજ્ઞાની એવા પ્રભુ, ઈન્દ્રો અને દેવતાઓ સિવાય કોઈ પણ જાણી શક્યું નહિ! | હરિણગમેષીદેવ આ શુભ કાર્ય કરી, જાણે કૃતકૃત્ય ન થઈ ગયેલ હોય તેમ હૈયામાં ખુશાલી અનુભવતે જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પુનર્ગમન કરી પિતાના મૂળ સ્વરૂપે ઈન્દ્ર મહારાજ પાસે જઈ તેમની પાસે આજ્ઞા અમલ કરી આવ્યાની સઘળી હકિકત નિવેદન કરી. ઈન્દ્ર મહારાજે પણ એક અદ્દભુત અને સુગ્ય કાર્ય આસાનીથી પાર પાડવા બદલ એ દેવને ખુબ ખુબ ધન્યવાદ આપ્યા અને પોતે પરમ સંતોષ પામ્યા. આ આશ્ચર્યકારી બનાવ આ અવસર્પિણી કાળમાં થયેલા દશ આશ્ચર્યકારી બનાવે પિકી એક ગણાય છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org