________________
ચ્યવન અને પરાવર્તન :
[૭૧] તીર્થકરનું જન્મસ્થળ પસંદ કરી ઇન્દ્ર મહારાજે નિર્ણય કરી લીધો કે દેવાનંદાને પુત્રરૂપ ગર્ભ ત્રિશલાદેવીની કુક્ષીમાં અને ત્રિશલાદેવીને પુત્રીરૂપ ગર્ભ દેવાનંદાની કુક્ષીમાં સ્થાપીત કરે! અહે! આશ્ચર્ય! આશ્ચર્ય ! જાણે કર્મરાજાની આ મહાન ભૂલને સુધારવા તૈયાર ન થયા હોય તેમ આ કાર્યને જલ્દીથી પાર પાડવા માટે ઈન્દ્ર મહારાજાએ પોતાના ખાસ વિશ્વાસપાત્ર સેવક જેવા હરિણ ગમેષી નામના દેવને બોલાવ્યો. અને પોતાના મનને સંકલ્પ તેની પાસે રજુ કરી કુશળતાપૂર્વક એ કાર્ય પૂર્ણ કરવાનું ફરમાન કર્યું.
- સ્વામીભક્ત હરિણગમેથી દેવ પણ ઉત્સાહપૂર્વક આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયે. દેવે પોતાના મૂળ શરીરથી મનુષ્યલાકમાં આવી શકતા ન હોવાથી એ દેવે પિતાના મૂળ વૈક્રિય શરીરમાંથી શુભ પુદ્ગલમય અને તેજના પંજસમા ઉત્તરકિય શરીરની રચના કરી, એગ્ય વસ્ત્રાલંકારથી અલંકૃત કરી દિવ્યસ્વરૂપી એ દેવ પવનની ગતિને પણ મહાત કરે એવી દિવ્યવેગી ગતિથી ઉડતે બ્રાહ્મણકુંડ નગરમાં, અષભદત્તના વાસભવનમાં રહેલા દેવાનંદાજીના શયનગૃહમાં એક ક્ષણાર્ધમાં પહોંચી ગયો ! દેવાનંદ સહિત સર્વને અવસ્થાપિની નિદ્રા આપી મને મન ગર્ભસ્થ પ્રભુને નમસ્કાર કરી વિનમ્રભાવે આ કાર્ય કરવાની આજ્ઞા માગી. પિતાની આગવી દિવ્ય શક્તિથી શુભ પુદ્ગલમય કરસંપુટમાં પ્રભુના બાલસ્વરૂપ ગર્ભને જરાય ગ્લાનિ ન પહોંચે એવી રીતે કે મળતાપૂર્વક ગ્રહણ કરી પ્રચંડગતિએ આકાશમાગે ગમન કરી અલ્પ સમયમાં ક્ષત્રિયકુંડ નગરના રાજભવનમાં ત્રિશલાદેવીના શયનગૃહમાં પહોંચી ગયે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org