________________
-
[ 9 ]
શ્રી મહાવીર જીવન ફેરવતાં તેમને એક સુગ્ય સ્થાન મળી આવ્યું. આ જ ભરતક્ષેત્રમાં રહેલા દેને ગમ્ય એવા ક્ષત્રિયકુંડ નગરની શોભા તેમના દિલમાં વસી ગઈ. ત્યાંના રહેવાસી લેકે નિવ્યસની અને ધર્મભાવી જણાયા. જિનમંદિરે અને ધર્મસ્થાનકેથી સુશોભિત એ નગરના અધિપતિ સિદ્ધાર્થ રાજા બહુ ગુણોપેત જણાયા, જીવાજીવાદિ તના જાણકાર અને ન્યાયમાર્ગમાં પ્રવિણ એ સિદ્ધાર્થ રાજ રાજ્યવ્યવસ્થાનું સુંદર પાલન કરતા હતા. ઈવાકુ વંશ અને ક્ષત્રિયકુળમાં શીરોમણિ સરખા સિંદ્ધાર્થ રાજાએ અનેક યાચકજનોને સંતોષી જાણ્યા હતા. એમની દાનશાળામાં દાનપ્રવાહ અવિરત ચાલુ હોવાથી દીન દુઃખી જને તેમની પાસેથી યથેષ્ટ લાભ મેળવી. નિરંતર શુભાશિષ વરસાવી રહેતા.
' પ્રજાવત્સલ એ રાજાને વાસિષ્ઠાત્રિયા ત્રિશલાદેવી નામના મૂખ્ય પટરાણુ હતા. એ ત્રિશલાદેવી ઉભય પક્ષે પવિત્ર હતા. ગણતંત્રના મુખ્ય નાયક ચટક રાજા જેવા ધર્મનિષ્ટ બંધુના બહેન અને સિદ્ધાર્થ રાજાના જીવન સંગાથીની બનેલા એ ત્રિશલાદેવી નિર્મળ અને સુસ્વભાવી હોવાથી રાજકુળમાં દરેકના પ્રીતિપાત્ર હતા. એ રાજારાણી બને પાર્વનાથ પ્રભુના પારસમણિ જેવા ધર્મરંગથી રંગાયેલા હોવાથી ઉજવલ ગૃહસ્થાશ્રમને શેલાવી રહ્યા હતા.
- ઇન્દ્ર મહારાજે શ્રી સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીનું સુપ્રસન્ન દાંપત્યથી યુક્ત અને ધર્મગામી જીવન જઈ ભારે ખુશાલી અનુભવી. તેમાં સૌભાગ્યશાલિની ત્રિશલાદેવી' દેવાનદાની સાથે સમકાલિન પુત્રરૂપ ગભરને ધારણ કરતાં હોવાથી આનંદને વધારે થશે. વિચક્ષણ દૃષ્ટિથી અંતિમે,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org