________________
કુશળતા ધરાવે છે. તે જ પ્રમાણે “મંગલં ભગવાન વીરગ્રંથનું સાર્થાત આલેખન કરનાર સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી પણ પિતાના ચારિત્રધર્મની આરાધનામાં સજાગ હોવા સાથે અનેક ધર્મશાસ્ત્રોનું સુંદર પરિશીલન કરનાર ગુણવંત સાધ્વીજી છે તેમને સ્વભાવ ઘણો વિનમ્ર છે અને તેમની વાણીમાં મધુરતા છે. તેમની તબિયત બરાબર ન હોવા છતાં અનેક ગ્રંથનું વાંચન, ચિંતન, મનન, ઉપરાંત આજની બાળ પ્રજાને ઉપયોગી તેવા સાહિત્યનું લેખન એ તેમને જીવન વ્યવસાય છે.
ભગવાન્ મહાવીરના ૨૫૦૦માં નિર્વાણુ વર્ષમાં આ સાધ્વીજીને અનંત ઉપકારી પરમાત્માના ગુણગાન અને જીવન પરિચય લખવા દ્વારા ભગવાન મહાવીરની ભક્તિ કરવાની પ્રશંસનીય ભાવના થઈ, અને એ ભાવનાને અમલ કરવા માટે ભગવાન મહાવીરના જીવન અંગે સંસ્કૃત, પ્રાકૃત, હિંદી, ગુજરાતી વગેરે જ્યાંથી ઉપલબ્ધ થાય ત્યાંથી સાહિત્ય ભેગું કર્યું. રાત-દિવસ એ સાહિત્યના વાંચન મનનની પાછળ ઘણે પરિશ્રમ લીધે અને ભગવાનના નિર્વાણ વર્ષમાં જ આ ગ્રંથનું શ્રાવકો
૧૧
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org