________________
[ ૧૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત વગેરે ચૌદે સ્વપ્ન ક્રમપૂર્વક તેમને કહી સંભળાવ્યા, અને એનું ફળ પૂછ્યું.
અષભદત્ત બ્રાહ્મણ પણ આશ્ચર્યભરેલા ચૌદ સ્વનો સાંભળી પરમ પ્રમાદ પામ્યા, શાસ્ત્રોક્ત જ્ઞાનથી તેમ જ બુદ્ધિબળથી વિચાર કરી ફળ નિર્ણિત કરી કહ્યું. “દેવિ ! તમે પૂર્વ પુણ્ય પસાથે મંગળદાયી સુંદર સ્વપ્ન જોયા છે. એના ફળ તરીકે તમે સર્વશ્રેષ્ઠ સામુદ્રિક લક્ષણોપેત અને ચાર વેદ તથા ચૌદ વિદ્યામાં પારંગત એવા પ્રભાવશાળી પુત્રરત્નને પ્રાપ્ત કરશે.” આ સાંભળી પરમ સંતોષ પામેલા દેવાનંદા હર્ષ વ્યક્ત કરતાં બાકીની રાત્રિ આનંદમાં વિતાવી.
ગર્ભના પૂનિત પ્રભાવથી ત્રાષભદત્ત બ્રાહ્મણની સર્વતેમુખી ઉન્નતિ થવા લાગી. તેના ઘરમાં ત્રાદ્ધિ, સિદ્ધિ ને સમૃદ્ધિ ઉભરાવા લાગી. સામાન્ય રીતે શ્રી તીર્થકરના આત્માઓ જે દિવસે માતાના ગર્ભમાં આવે છે, તે દિવસને ચ્યવનકલ્યાણક કહેવાય છે, તેમ જન્મ દિવસ જન્મકલ્યાણક, સંસારત્યાગનો દિવસ દીક્ષા કલ્યાણક, જ્ઞાનપ્રાપ્તિનો દિવસ કેવળજ્ઞાનકલ્યાણક અને મોક્ષગમનનો દિવસ મેક્ષકલ્યાણક તરીકે જેનશાસનમાં આરાધ્ય દિવસે ગણાય છે. તે દિવસેમાં મનુષ્યો તો આનંદે પણ ઈદ્રો સહિત દેવતાઓ પણ આનંદી ઉઠે છે, અને મહોત્સવ મનાવે છે.
એ કમથી આસન ચલિત થતાં અવધિજ્ઞાનના ઉપગથી શ્રી મહાવીર પ્રભુનું માતાની કુક્ષીમાં અવતરણ થયેલું જાણી સુધર્મ દેવલોકના અધિપતિ ઈન્દ્ર મહારાજાએ શકસ્તવને પાઠ કરી પ્રભુને સ્તુતિપૂર્વક વંદના કરી આનંદ મહોત્સવ ઉજજો.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org