________________
શ્રી મહાવીર જીવનજ્યોત તેમને વામણું ભાસવા માંડી ! શાશ્વત સુખને વરનારો આત્મા અશાશ્વત સુખમાં કદી મુરઝાતા નથી ! આ મહદ્ધિક દેવ મહાન હતા ! કારણ કે બીજા ભવમાં જ ભગવાન મહાવીર તરીકે અવતાર લેવાના હતા! નયસારે જેના માટે “બી” વાવ્યું હતું, એમાંથી જ આજે ધર્મવૃક્ષ ફાલી-કુલીને ખીલ્યું, અને હવે અંતિમ મેશફળ બેસવાની તૈયારી હતી ! તીર્થકર જીવનના અને મોક્ષગમનના મીષ્ટ ફળે આગવા એ દેવ થનગની રહ્યા હતા! તેમને શા માટે કઈ ચીંતા સતાવે? શેકજનક મૃત્યુને મંગલમૃત્યુ માની મૃત્યુ મહત્સવ ઉજવવા ઉત્સાહિત બનતા રહ્યા ! આવા અનુપમ આત્મિક આનંદથી અન્ય દેવની જેમ તેમના દેહની કાંતિ જરા પણ કરમાણ નહિતેમનું મુખ નિસ્તેજ બન્યું નહિ! ફુલમાળા વધુ ને વધુ વિકસ્વર બનવા લાગી ! જીવ અજીવ વગેરે તાના ચિંતનમાં સમય પસાર થત ગયે ! અહો ધન્ય એ દેવતા ! ધન્ય એ આત્મા ! ધન્ય તેનું તત્ત્વચિંતન ! એ ચિંતનના પરિણામથી સંસારની રહી સહી માયા પણ મૃતઃપ્રાય બનતી ગઈ! મોહક પદાર્થો વિષમય લાગતા ગયા ! મૃત્યુ મહોત્સવનો આનંદ વધતા ચાલે અંતિમ મનુષ્યભવનું આયુષ્ય નિકાચિત બંધાઈ ગયું. જાણે રેશમની દોરી અને તેલનું ટીપું !
છવ્વીસમા ભવમાં નયસારના આત્માએ મહદ્ધિક દેવત્વનું વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું ! પ્રથમ ભાવમાં જે પુષ્ટ આલંબન લીધું હતું તે આલંબનના આધારે પિતાની સંપૂર્ણ ભવ્યતા ચમકાવતે એ દેવ આત્મા પિતાના આદિ અને અંતિમ ધ્યેયના ચરમ વિભાગને સિદ્ધ કરવા ચરમ તીર્થકરરૂપ ઈષ્ટ સ્થાનની ઇષ્ટ સાધના કરવા ત્યાંથી ચવી ઇષ્ટ સ્થાને પહોંચવા માટે થનગનવા લાગ્યા !!!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org