________________
[ ૬૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
સિદ્ધાયતન છે. દેખતાં દિલ હરખી ઉઠે એવી સુધર્મ નામની સભા છે. તન મનને સ્ફુર્તિ આપે તેવું સ્નાનગૃહ છે. આપ સત્વરે સ્નાનગૃડુમાં પધારે,અમે આપને અભિષેક મહેાત્સવ ઉજવીએ. સેવક દેવાની વિનતી સ્વીકારી નદનદેવ પગમાં રત્નજડિત મેાજડી પહેરી સ્નાનગૃડુમાં પધાર્યા. અલૌકિક રત્ના મધ્યા દિવ્ય સ્નાનપીઠ પર બેસાડી દેવાએ નિ`ળ અને સુગધી જળથી અભિષેક કરી સ્નાન કરાવ્યું. મસૃણુ દેવદુષ્ય વસ્ત્રથી અગલુંછન કર્યુ. ત્યારપછી તેમને હાથ પકડી દેવે તેમને અલ કારગૃહમાં લઈ ગયા. નંદનદેવે રૂપમપી સુવર્ણ સમ ચમકતી કાયાને વિવિધ અલકારો અને દેવદુષ્ય વસ્ત્રોથી શણગારીને પોતાના સ્વભાવિક રૂપમાં સહસ્રગણા વધારા કર્યાં. વ્યવસાય સભામાં જઈ પેાતાના આચાર પ્રમાણે દૈવી પુસ્તકનું વાંચન કર્યું ! ત્યારપછી સેવક દેવા સામે હાથમાં રત્નજડિત સુવર્ણ ના અથાળ લઇ સિદ્ધાયતનમાં પધાર્યાં, ત્યાં જિનેશ્વર પરમાત્માના એકસાને આઠ શાશ્વતા પ્રતિબિંબની અનેક ઉત્તમ દ્રવ્યેથી અષ્ટપ્રકારી દ્રવ્ય પૂજા કરી. ચૈત્યવદન વિધિરૂપ ભાવપૂજા કરતાં સુરસ’ગીતનાનિનાદથી અનેરા આત્માન’દ મેળવ્યેા. પૂજાકાથી નિવૃત્ત થઈ સુધ સભામાં હાજરી આપી દિવ્ય સંગીત શ્રવણ કર્યુ. દેવલાકમાં સામાન્ય નિયમ એવા હાય જે કે જે આત્મા દેવ તરીકે ઉત્પન્ન થાય તે વખતે દેવલેાકની સાહેબી જોઇને તેને ખૂબ આનંદ થાય. તેમ પેાતાનાથી ચડિયાતા ઋદ્ધિવાળા દેવાને જોઈને મત્સરભાવ જાગે પણ નંદનદેવ પૂર્વભવમાં સાધુધર્મના સભ્યરાધનથી દર્શન માહનીય અને ચારિત્ર મેાહનીય કર્માંના વિશિષ્ટ ક્ષયે પશમ થતાં એ ક્ષયેાપશમ ભાવ આ દેવભવમાં પશુ જાળવી રાખ્યા હોવાથી તેમને આનંદ કે દ્વેષના ભાવેા ઉત્પન્ન ન થયા. એ ક્ષયે પશમભાવના દિવ્ય તેજો તેમના વદન પર ઝળહળતા હાવાથી દેવ સમૂહમાં એ મહદ્ધિ ક દેવ બધાથી જુદા જ તરી આવતા હતા ! ભેગભૂમિ સમા દેવ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org